પ્રધાનમંત્રી કિસાન યોજનાને લઈને ખેડૂતોના ખાતામાં જમા થશે આટલા રૂપિયા, લાભાર્થીઓ આવી રીતે ચેક કરો નામ અને સ્ટેટસ.

પીએમ કિસાન યોજના આઠમા હપ્તા ની રાહ જોતા ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 1 એપ્રિલથી એટલે કે 2000 રૂપિયા 11.66 કરોડ ખેડૂતોના ખાતામાં આવવાનું શરૂ થઈ ગયું છે. હકીકતમાં આજથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાતામાં જમા થવાનું શરૂ થશે.

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર વાર્ષિક 6 હજાર રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. 6 હજાર રૂપિયાની રકમ સરકાર દ્વારા ત્રણ હપ્તા માં સિદ્ધિ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી લીધી છે અને આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે કેમ તે જાણવા માગતા હોય તો તમે સરળતાથી જાણી શકો છો.

દર વર્ષે પ્રથમ તો એપ્રિલમાં આવે છે અને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા એટલે કે 2000 ના ત્રણ હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે.

સૌથી પહેલા તમે પ્રધાનમંત્રી કિસાન યોજના ની સત્તાવાર વેબસાઇટ પર જઇ વિઝિટ કરવાની રહેશે અને તેના હોમપેજ પર તમને ફાર્મર કોર્નર નું ઓપ્શન જોવા મળશે. ફાર્મર કોર્નર સેક્સનની અંદર તમારે Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

ફરી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટ થી રાજ્ય,જિલ્લા,ઉપ જિલ્લા,બ્લોક અને ગામને સિલેક્ટ કરવું જોઇએ અને ત્યાર બાદ તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ લાભાર્થી ઓનુ સમગ્ર લિસ્ટ બહાર આવી જશે તેમાં તમારે તમારું નામ ચેક કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*