મંદિરમાં ગયેલા એક દલિત યુવક સાથે 5 અજાણ્યા વ્યક્તિઓએ કર્યું એવું કે…જુઓ વિડિયો…

59

રાજસ્થાની ખુબ જ શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના જાલોરમાં એક દલિત યુવકને ધોકાવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના પહેલી ઓક્ટોબરના રોજ બની હતી તેનો વિડીયો સામે અત્યારે આવ્યો છે.

આ ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંચ અજાણ્યા વ્યક્તિઓ એક યુવકને ધોકાવી રહ્યા છે. ઘટનાના વીડિયોમાં તમે જોઈ શકો છો કે બુટ-ચંપલ અને મુક્કાથી યુવકને ધોકાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર ઘટનાનો ભોગ બનેલા યુવકનું નામ જીતેન્દ્ર બામણીયા છે. યુવકની ઉંમર 26 વર્ષની છે. મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર તેના મિત્ર સાથે મંદિર દર્શન કરવા ગયો હતો. ત્યારે બે યુવકો જીતેન્દ્રના મિત્રને ગાળો આપે છે.

જીતેન્દ્ર ગાળો આપવાની ના કહેતા બંને યુવકો જીતેન્દ્ર સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંને યુવકો જતા રહે છે અને થોડીક વાર બાદ અન્ય બીજા ત્રણ યુવકોને લઈને આવે છે. ત્યારબાદ પાંચ યુવકો જીતેન્દ્રને ધોકાવે છે.

અને આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ શૂટ કર્યો હતો. એને એક અઠવાડિયા બાદ આ વીડિયો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસે ફરિયાદ નોંધી છે અને પાંચ યુવકોની શોધખોળ શરૂ કરી છે.

બે દિવસ પહેલા પણ રાજસ્થાનનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ત્રણથી ચાર લોકો એક દલિત યુવકને ધોકાવે છે. અને યુવકનો જીવ લઇ લે છે. તે વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!