શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો? જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

Published on: 8:45 am, Sun, 1 August 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે પરંતુ છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સ્થિર છે. મળતી માહિતી મુજબ 18 જુલાઈ થી પેટ્રોલ ની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી.

જ્યારે આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.87 રૂપિયા છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.41 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.58 રૂપિયા છે.

હજુ ચિંતા ના સમાચાર એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આંકડા અનુસાર મેં અને જૂન મહિનાથી તેલના ભાવમાં સતત વધારો થયો હતો. આ દરમિયાન 42 દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 11.52 રૂપિયા મોંઘુ થયું હતું.

આ ઉપરાંત ઓપીકે કહ્યું કે ચાલુ મહિનાથી એ દર મહિને તેના ઉત્પાદનમાં 400000 બેરલ નો વધારો કરશે. મળતી માહિતી મુજબ આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહીં થાય.

પરંતુ હજુ હાલમાં થોડાક દિવસો સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહેશે. ત્યારે મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.45 રૂપિયા છે.

ચેન્નાઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.49 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.63 રૂપિયા છે. કોલકાતામાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવ 102.08 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.02 રૂપિયા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગ્યે ફેરફાર થાય છે અને છ વાગ્યા બાદ પેટ્રોલ-ડીઝલના નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડીલર કમિશન, એસએસસી ડ્યુટી અને અન્ય ખર્ચાઓ ઉમેરીને પેટ્રોલ ડીઝલનો ભાવ બમણો થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો? જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*