દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. તેમ છતા પણ દેશના લોકોને કોરોના થી સાવધાની રાખવાનું કહ્યું છે. જો કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરો તો દેશમાં કોરોના ની ત્રીજી લહેર આવવાની શક્યતા વધી જશે.
આવા સમયમાં મહારાષ્ટ્રમાં કેટલાક શહેરોમાં કોરોના ના કેસો વધી રહ્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે.
આ ઉપરાંત તેમને કહ્યું કે આ પ્રતિબંધો સમાપ્ત કરવા અને તેને હળવા કરવા માટે કોઈપણ પ્રકારની ઉતાવળ કરશો નહીં. ગઈકાલની મહારાષ્ટ્રમાં કોરોના ના નવા 9844 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કોરોના ના કારણે 197 લોકોના મૃત્યુ થયા છે. એક અઠવાડિયા બાદ રાજ્યમાં લગભગ 10 હજાર નવા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 11 શહેરોમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે.
આ 11 શહેરોમાં કોરોના સંક્રમણનો 0.15 ટકાનો વધારો થયો છે. મહારાષ્ટ્રની covid ટાસ્ક ફોર્સ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોરોના ની ત્રીજી લેહર માટે કોઈપણ પ્રકારની જાહેર કરવામાં આવી નથી.
સરકારે કોરોના ની ત્રીજી લેહર ને નકારી દીધી છે. કોરોનાની ત્રીજી લહેર આવે તે જ પહેલા તેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment