સામાન્ય લોકોને માસ્ક વગર ₹1000 નો દંડ ફટકારતુ તંત્ર શુ સી.આર.પાટિલ ને ફટકારશે દંડ ?

141

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રનો જવાબ આપવા કોંગ્રેસી નેતાઓએ મોરચો સંભાળ્યો હતો. આ સાથે જે.પી.નડ્ડા ને જવાબમાં કહ્યું કે જ્યારે લોકોના શ્વાસ ઊંડા રહ્યા હતા ત્યારે મોદી પોતાના મહેલના નિર્માણ અને રેલીઓ પર ધ્યાન આપી રહ્યા હતા.

આ વાતને લોકો ક્યારેય નહીં ભૂલે ત્યારે ભાજપના નેતાઓએ પણ નડ્ડા ના સપોર્ટ માં આવ્યા છે.સુરત માં સી.આર.પાટીલે કહ્યુ હતુ કે, કોંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે તેને રોકવાનું કામ સોનાની કરશે ખરા?

જોકે આ પ્રેસ કોન્ફરન્સમાં સી.આર.પાટીલ એ માસ્ક વગર જ સંબોધી હતી અને તેમને પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા માસ્ક ઉતારી દીધું હતું અને સામાન્ય લોકોને માસ્ક નો ₹1000 નો દંડ ફટકારતો તંત્ર શું સી.આર.પાટીલ ને માસ્ક નો દંડ ફટકારશે?

પાટીલે જણાવ્યું કે આપણા કોરોના યોદ્ધાઓ ની મદદથી ભારત દ્વારા હાલ વિવિધ રોગચાળા સામે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.

ભારતે રસીકરણ ની જે વ્યૂહરચના અપનાવી છે તે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પદ્ધતિ છે. આપણે જાન્યુઆરી મહિનાથી જ રસીકરણનો પ્રારંભ કરી દીધો હતો અને સુનિશ્ચિત કર્યું હતું કે કોરોના યોદ્ધાઓ ને સૌથી પહેલાં રસી મળે.

તેને કારણે કોરોના રોગચાળા બીજા તબક્કાનો સારી રીતે મુકાબલો કરવામાં આપણને મદદ મળી. ભારતમાં યુવાનોને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે જ્યારે પશ્ચિમના દેશોએ તેમના યુવા પેઢીના રસી આપવાનું શરૂ પણ નથી કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!