ગુજરાત રાજ્યમાં મહામારી ચાલી રહી છે અને શિક્ષણ બોર્ડના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ ચિંતાતુર બન્યા છે. જ્યારે તેમના વાલીઓ મેદાનમાં ઉતર્યા છે અને રાજ્ય સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા ન હોવાથી આ વાલીઓએ હવે અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. આ વાલીઓની માંગણી છે કે ધોરણ 12 ની પરીક્ષા જ્યારે પરિસ્થિતિ સુધરે ત્યારે લેવાય તો વાંધો નથી પરંતુ ધોરણ 10 ની પરીક્ષા લેવાવી જોઈએ નહીં.
ધોરણ 10 માં અભ્યાસ કરતા તમામ બાળકોને માસ પ્રમોશન નો લાભ આપવો જોઇએ. ગુજરાતમાં ધોરણ 1 થી ધોરણ 9 અને 11 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે.
ત્યારે ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં ફૂલ 10.05 લાખ વિદ્યાર્થીઓ છે.
રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાછી ઠેલી છે.આ પરીક્ષાઓ 10મી મે થી 25મી મે દરમિયાન લેવાની થતી હતી પરંતુ સંક્રમણ ના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં હજુ પણ સંક્રમણ તેજ ગતિ એ વિસ્તરતું જાય છે ત્યારે નજીકના ભવિષ્યમાં પરીક્ષાઓ લેવાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ક્યારે લેવાય તે અંગેનો નિર્ણય 15 મી મે ના રોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે.
જ્યારે તે પહેલા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને આ અરજીઓમાં વાલીઓએ ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment