શું કેન્દ્રની મોદી સરકાર સમગ્ર દેશભરમાં 19 એપ્રિલ સુધી લોકડાઉન ની કરશે જાહેરાત ? જાણો શું કહી રહી છે મોદી સરકાર.

Published on: 9:26 am, Tue, 13 April 21

દેશમાં કોરોના ના કેસ ને જોતા દેશના અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યુ, વીકેન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધ લગાવી ચૂક્યા છે ત્યારે દરેક મનમાં એક જ સવાલ ભમી રહ્યો છે કે શું ફરી એક વખત દેશમાં સંપૂર્ણ લોકડાઉન જાહેરાત કરવામાં આવી શકે છે?

આ દાવો સોશિયલ મીડિયા પર કરાઈ રહ્યો છે અને હાલમાં સોશિયલ મીડિયા પર તસવીર વાઇરલ થઇ રહી છે જેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત સરકાર દ્વારા 9 થી 19 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે.

PIB ફેકટ ચેકે જ્યારે આ દાવાની તપાસ કરી તો આ ખોટા હોવાનું સામે આવ્યું છે.PIB ફેકટ ચેકે તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે,એક તસવીર માં દાવો કરવામાં આવી રહ્યો છે કે,9 થી 19 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવશે.

આ દાવો ખોટો છે. ભારત સરકાર દ્વારા લોકડાઉન સંબધિત આવી કોઈ પ્રકાર ની જાહેરાત કરવામાં આવી નથી અને મહેરબાની કરીને આવી.

કોઇપણ પ્રકારની ખોટી તસવીર અથવા મેસેજ ના ખોટા સંદર્ભમાં શેર ન કરો.કોરોના મહામારી વચ્ચે દેશમાં ખોટા મેસેજ વાયરલ કરવાનું ચલણ વધ્યું છે.

અવાર નવાર સોશિયલ મીડિયા પર આવા ખોટા અહેવાલો કે મેસેજ જોવા મળે છે. જોકે PIB ફેકટ ચેક તરફથી સમય-સમય પર તેની જાણકારી આપીને આવા ખોટા અહેવાલોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું કેન્દ્રની મોદી સરકાર સમગ્ર દેશભરમાં 19 એપ્રિલ સુધી લોકડાઉન ની કરશે જાહેરાત ? જાણો શું કહી રહી છે મોદી સરકાર."

Leave a comment

Your email address will not be published.


*