રૂપાણી સરકારે રાજ્યમાં કરશે લોકડાઉનની જાહેરાત? આ વાત પર નીતિન પટેલે આપ્યું નિવેદન…

Published on: 3:08 pm, Sat, 28 November 20

ગુજરાતમાં સતત કોરોના કેસ વધતા રાજ્યમાં અમુક શહેરોમાં રાત્રે કરફ્યુ લગાવાયો હતો. આ કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં શનિ-રવિ કોરોના સંક્રમણ અટકાવવા lockdown કરવાના નિર્ણય લેશે. આ કારણે સોશિયલ મીડિયા પર સતત આ વાતો વાયરલ થઈ રહી છે. નરેન્દ્ર મોદીના કહેવા મુજબ વિજય રૂપાણીએ શનિવારે સાંજે lockdown લાગશે કે નહિ લાગે તે નિર્ણય જાહેર કરશે.આ વાત ઉપર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું.

રાજ્યમાં lockdown કે કર્ફ્યુ લગાવવાની કોઈપણ પ્રકારની શક્યતા રહેશે નહીં. રાજ્યમાં કોરોના ના કેસ બેકાબૂ થતા હાઈકોર્ટના આદેશ મુજબ આગળ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત વિજય રૂપાણી ના કહેવા મુજબ સંક્રમણ અટકાવવા માટે શનિ-રવિ રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લેશે.

અને રાજ્યમાં તમામ વ્યક્તિઓને સોશ્યલ distance અને માસ્ક પહેરવાના નિર્ણય ફરજિયાત પણ એ રાખવાનું રહશે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડ બ્રેકિંગ કેસ નોંધાયા હતા.

છેલ્લા ૨૪ કલાકમાં 16 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે રાજ્યમાં મૃત્યુનો આંકડો 3900 આસપાસ પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!