શું હવે દેવાયત ખવડના ઘોબા ઉપડી જશે..? દેવાયત ખવડને પકડવા રાજકોટ પોલીસ તેમના ઘરે પહોંચી પરંતુ…

મિત્રો તમે બધા ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. હંમેશા તે કંઈકને કંઈક વાતને લઈને વિવાદમાં જ હોય છે. ત્યારે બુધવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. જ્યારે મયુરસિંહ રાણા રસ્તા ઉપર થી જઈ રહ્યા હતા.

ત્યારે એક કાર ત્યાં આવે છે તેમાંથી બે લોકો ઉતરે છે અને મયુરસિંહ પર જીવલેણ પ્રહાર કરે છે. ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે મયુરસિંહ પર જીવલેણ પ્રહાર કરનાર બીજું કોઈ નહીં પરંતુ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને અજાણ્યા ઈસમો હતા. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, દેવાયત ખવડ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાંથી પોતાના એક સાથીદાર સાથે કારમાંથી નીચે ઉતરીને રસ્તા ઉપર જઈ રહેલા મયુરસિંહ રાણા પર મન ફાવે તેમ જીવલેણ પ્રહાર કરે છે. સમગ્ર ઘટના બન્યા બાદ મયુરસિંહ રાણા ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ રાજકોટ એ ડિવિઝન પોલીસે દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસી કલમ 307, 325, 506(2), 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધ્યા બાદ રાજકોટ એ ડિવિઝન પોલીસ દેવાયત ખવડના ઘરે પણ તપાસ કરવા માટે પહોંચી હતી. પરંતુ દેવાયત ખવડ પોતાના ઘરે ન હોવાનો પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત પોલીસની આપેલી ફરિયાદમાં મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, તેના ઉપર જીવલેણ પ્રહાર થવા પાછળનું કારણ એકાદ વર્ષ પહેલા દેવાયત ખવડ ની બાજુમાં રહેતા મારા મામા ને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. તે બાબતનો ખાર આજ દિવસ સુધી દેવાયત ખવડે રાખ્યો હતો અને તેના કારણે દેવાય જ ખવડે બે લોકો સાથે મળીને મારા ઉપર જીવ લઈને પ્રહાર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*