ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુ લગાવ્યું છે અને તેની સામે કચવાટ છે.કોરોના મહામારી ને કારણે રાત્રી કરફ્યુ નો વેપારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે.તેઓએ રાત્રી કર્ફ્યુ હટાવિને શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન લાદવાની રજૂઆત કરી છે.
રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું શહેર હોવાથી રૂપાણી આ દરખાસ્ત સ્વીકારે એવી શક્યતા નકારી શકાય નહીં.રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નાઈટ કરફ્યુ ના કારણે ધંધા ભાંગી પડતા.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે 80 વેપારી સંગઠનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ માં રાત્રી કરફ્યુ હટાવી શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન મુકવાની ફોર્મ્યુલા રજૂ કરાઈ હતી.
વેપારીઓની રજૂઆત સ્વીકારી ચેમ્બર સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને અઠવાડિયામાં 5 દિવસ ચાલુ રાખવાની રજૂઆત કરી રાત્રી કરફ્યુ મુકત ની માંગ રજૂ કરશે.
ગુજરાતમાં કોરાના ની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યો છે. કોરોનાવાયરસ થી દિવસેને દિવસે ખરાબ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસ ની ગ્રાફ સતત ઊંચો જઈ રહો છે.
શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધારે 2815 નવા કેસ નોંધાયા હતા અને જ્યારે સુરતમાંથી 5,અમદાવાદ માંથી 4, ભાવનગર રાજકોટ તાપી વડોદરા માંથી 1- 1 એમ ફૂલ 13 લોકોના મૃત્યુ થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment