ફરી એક વખત અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ડબલ ડિજિટલ માં આવી ગયેલા કોરોના કેસો ફરી એકવાર ત્રણ ડિજિટલ માં નોંધાઈ રહ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે ચાર મહાનગરમાં આખી રાત્રી કર્ફ્યુ ની મુદત પૂર્ણ થઇ રહી છે.
આજ રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક મળશે જેમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે કર્ફ્યુ યથાવત્ રાખવું કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. આપને જણાવી દઇએ.
કે ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી માં 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના નું કફડાટ ફરી એક વખત જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી એક વાર બેકાબુ બન્યું છે.
ગઈકાલે રાજ્યમાં કોરોના 810 કેસ નોંધાયા છે.જ્યારે તેની સામે 586 લોકો એ કોરોના ને મહાત આપી છે.ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 2,69,361 લોકો કોરોના ને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 96.82 ટકા પર પહોચ્યાં છે.
હાલ માં 4422 એક્ટિવ કેસ છે જેમાંથી 54 લોકો વેન્ટિલેટર પર અને 4368 સ્ટેબલ છે.વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,77,802 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
અને 5,00,635 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે અને રાજ્યમાં ગઈ કાલે ફૂલ 57,914 લોકોને રસી આપવામાં આવી છે.ગઈકાલે સુરત કોર્પોરેશન માં 217, અમદાવાદ કોર્પોરેશન 163, વડોદરા કોર્પોરેશન 95, રાજકોટ કોર્પોરેશન 61, ભાવનગર કોર્પોરેશન 25 કેસ નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment