હાર્દિક પટેલ અને તાજેતરમાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા જીગ્નેશ મેવાણી ને દિલ્હી હાઈકમાન્ડ સાથેની બેઠકને લઈ ને ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે
ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ દિલ્હી પહોંચ્યા હતા, આ બંને ને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા જામી છે.
सिर्फ़ जनता के हित और गुजरात की जीत के लिए मेरा संघर्ष है, किसी भी पद की मुझे लालच नहीं हैं। pic.twitter.com/L8wUGrUV44
— Hardik Patel (@HardikPatel_) October 18, 2021
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદે હાર્દિક પટેલના નામની ચર્ચા ને લઈને તેઓ એ જવાબ આપતા જણાવ્યું કે, હું 28 વર્ષનો છું, કાર્યકારી અધ્યક્ષ બનાવી પાર્ટીએ મને ઘણું આપ્યું છે, પદ કે હોદા ની મને જરાય પણ લાલચ નથી. મીડિયામાં ચાલી રહેલા અહેવાલોનું હું ખંડન કરું છું.
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે અને તે કોંગ્રેસના યુવા ચહેરા બન્યા છે. આ ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે જોડાયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ હવે કોંગ્રેસનો ચહેરો બની ગયા છે ત્યારે આ બંને નેતાઓને કોંગ્રેસ મહત્વની જવાબદારી સોંપાઈ તેવું મનાઇ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment