હિન્દુ યુવા વાહિની ના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે.ટ્વીટર પર તમામ લોકો યોગી દેવનાથ ની તમામ તસવીરો પોસ્ટ કરી રહ્યા છે અને તેને ગુજરાતના યોગી ગણાવી રહ્યા છે. યોગી દેવનાથ ની તસ્વીરો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ ખૂબ વાયરલ થઇ રહી છે.
યોગી દેવનાથ પોતે પણ ટ્વિટર પર એટલા જ સક્રિય રહે છે તેઓ સતત પોસ્ટ અને તસવીરો શેર કરતા રહે છે.અહીં ઉલ્લેખનીય છે કે, યોગી દેવનાથ ગુજરાત હિન્દુ યુવા વાહિની ના પ્રભારી છે.
હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની તેમની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેના કારણે ચર્ચામાં આવી રહ્યા છે. જ્યારે તેમની તસવીર ગુજરાતના યોગી ના નામે ટ્વિટર પર ધડાધડ વાઇરલ થવા લાગી ત્યારે તેઓ માધ્યમોના પણ ધ્યાનમાં આવ્યા હતા.
તેઓ કચ્છ સંત સમાજ ના અધ્યક્ષ અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય પણ છે. લગભગ 25 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર નાથ સંપ્રદાય સાથે સંકળાયેલા યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ના ગુરુ ભાઈ છે. યોગી દેવનાથ ગુજરાતના કચ્છ જિલ્લામાં મજબૂત પક્કડ ધરાવે છે.
કચ્છ જિલ્લાના રાપર વિધાનસભા સીટ પરથી આગામી વિધાનસભા તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આગળ તે સપ્ટેમ્બરમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમનુ ટ્વિટ વાયરલ થયુ હતુ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment