શું બાગેશ્વર મહારાજ સાથે પ્રખ્યાત જયા કિશોરી લગ્ન કરશે..? આ વાતને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યો એવો જવાબ કે… જાણો શું છે સમગ્ર હકીકત…

Published on: 1:29 pm, Tue, 24 January 23

મિત્રો તમે બધા છતપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જરૂર ઓળખતા હશો. હાલમાં તેઓ સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ચર્ચાનો વિષય બનેલા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એવી વાતો થઈ રહી છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખૂબ જ પ્રખ્યાત જયા કિશોરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે ?

આ બંનેના લગ્નની વાતો સોશિયલ મીડિયા પર ચારે બાજુ થઈ રહી છે. ત્યારે આ વાત સાચી છે કે ખોટી તેને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં સત્ય હકીકત કીધી છે. મિત્રો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને પ્રખ્યાત એવા જયા કિશોરીની વાત કરીએ તો, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના દરબારને લઈને ચર્ચામાં છે.

જ્યારે જયા કિશોરી પ્રખ્યાત વક્તા અને કથાકાર છે. પોતાના લગ્નની વાતને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક ખાનગી મીડિયાને ઇન્ટરવ્યૂ આપીને જાણકારી આપી હતી. મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના લગ્નને લઈને અનેકવાર સવાલો કરવામાં આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ બધી બાબતનું ખુલ્લો જવાબ આપ્યો છે.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જયા કિશોરી સાથે લગ્નની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમને કહ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ન્યુઝ તદ્દન ખોટા છે. મિત્રો ખરેખર સોશિયલ મીડિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નના ન્યુઝ એકદમ ફેક છે. એટલે તમે ચેતી જજો આ પ્રકારના ખોટા ન્યુઝનો વિશ્વાસ ન કરી લેતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીય પોતાના લગ્નની વાત ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે આ વાત ખોટી છે. અમને એવી કોઈ લાગણી જ નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હંમેશા પોતાના દરબારને લઈને ચારેબાજુ ચર્ચામાં રહે છે. ઘણા લોકો તેમની ખૂબ જ પ્રશંસા કરે છે અને ઘણા લોકો તેમના વિરુદ્ધમાં કેટલીક વાતો કરે છે.

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારના વિડીયો પણ જોયા હશે. મિત્રો દેનેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જયા કિશોરી સાથેના લગ્નના મામલે વાત કરતા જણાવ્યું કે, અમે આ અફવાથી ખૂબ જ નારાજ હતા. અમે લેખિતમાં પણ નિવેદન આપ્યું છે અને આ મામલાને લઈને કાર્યવાહી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો