ગુજરાતમાં કોરોના ની બીજી લહેર માં વસ્તી નિયંત્રણ ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મહત્વનું નિવેદન. ઉપરાંત વસ્તી નિયંત્રણની માટે ની નવી ની તેને લઈને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં વસ્તી નિયંત્રણની જરૂર પડશે ત્યારે વિચારણા કરીશું.
સાથે તેમને કહ્યું કે અલગ રાજ્યોમાં સરકાર કાયદાઓતો લાવીજ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે જેને બે થી વધારે બાળક છે તે ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરી શકે અને સભ્ય પણ બની નહીં શકે તે માટે વર્ષ પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉપરાંત તેમને કહ્યું કે બીજા પણ નાના-મોટા નિયમો સરકારે પહેલેથી જ બનાવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા સતત લોકોને સમજાવવાના પ્રયત્નો ચાલુ છે કે બેથી વધારે બાળકોને જન્મ ન આપે.
આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે દેશની અન્ય રાજયો વસ્તી વધારા મુદ્દે પગલાં ભરી રહ્યા છે. આ ઉપરાંત તેમને કહ્યું કે ગુજરાત સરકાર આ સમગ્ર મામલા પર અભ્યાસ કરશે.
જો તેમાં સુધારા વધારા કરવાનું લાગે તો વિચારણા કરીને સુધારાઓ કરશે. હાલમાં દેશમાં જોઈએ તો ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ ને લઈને નવી નીતિ જાહેર કરવામાં આવી છે.
આ જેના કારણે સમગ્ર રાજ્યમાં આ મુદ્દા પર ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. ભારતમાં દિવસેને દિવસે સતત વસ્તી વધી રહી છે.
તે માટે વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે આ નીતિઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ નીતિમાં ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ફેરફાર થઇ શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!