દેશભરમાં સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં નાની-નાની વાતમાં થયેલા ઝઘડામાં કેટલાક લોકો સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ મંગળવારના રોજ ગળાફાંસો ખાઈ લીધો હતો.
ત્યારબાદ પરિવારના સભ્યો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ગુરૂવારના રોજ સારવાર દરમિયાન મહિલાઓનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પૈસાની બાબતને લઈને મહિલા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો અને પછી મહિલાએ સુસાઇડ કર્યું હતું. આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.
ગઈકાલે મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી મહિલાનું નામ પૂનમ દેવી હતું.
મહિલાનો પતિ રૂપેશ પંજાબમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. થોડાક દિવસ પહેલા રૂપેશ પંજાબથી પોતાના ઘરે આવ્યો હતો. રૂપેશ અને પૂનમ દેવીને સંતાનમાં એક દીકરી અને બે દીકરાઓ છે. જેમાંથી છ વર્ષના દીકરા આયુષ કુમારને એક મહિના પહેલા નિમોનિયા થઈ ગયો હતો.
પરિવારના સભ્યોએ આયુષની ઘણી બધી સારવાર કરાવી પરંતુ તેની તબિયતમાં સુધારો થતો ન હતો. આ દરમિયાન મંગળવારના રોજ બપોરના સમયે પૂનમ અને રૂપેશ વચ્ચે પૈસાની બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. બોલાચાલી એટલી બધી કઈ કઈ ગુસ્સામાં ભરાયેલી પૂનમ પોતાની રૂમમાં જતી રહી હતી, પછી ત્યાં તેને ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો પૂનમને નીચે ઉતારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ ગુરુવારના રોજ પૂનમે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment