મિત્રો અયોધ્યામાં ભગવાન શ્રીરામના અભિષેક ની તૈયારી પુરા જોશમાં ચાલી રહી છે ત્યારે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં ભગવાન શ્રી રામ પોતે બિરાજમાન થવાના છે ત્યારે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહી દેશના અનેક વરિષ્ઠ નેતાઓ અભિનેતાઓ કલાકારો અને ઉદ્યોગપતિઓને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આજે અમે તમને જણાવવાના છીએ અયોધ્યા કેસમાં ક્યારે અને શું થયું? તો ચાલો આપણે શરૂઆત કરીએ.
મિત્રો 1528 માં વિવાદિત માળખું બાબરી મસ્જિદ રામ મંદિરને તોડીને બનાવવામાં આવ્યું હતું તે મુઘલ શાસક બાબર દ્વારા બનાવવામાં આવ્યો હતો તેથી તેને બાબરી મસ્જિદ કહેવામાં આવે છે. વર્ષ 1853 માં પહેલી વખત અયોધ્યામાં વિવાદિત સ્થળની નજીક કોમી રમખાણ થયા હતા. વર્ષ 1859 માં અંગ્રેજોએ વિવાદિત સ્થળ પર વાળ ઉભી કરી હતી અને ઉપરાંત મુસ્લિમોને સંકુલના અંદરના ભાગમાં અને હિન્દુઓને બહારના ભાગમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપી હતી.
વર્ષ 1949 માં વિવાદિત સ્થળ પરથી ભગવાન શ્રીરામની મૂર્તિઓ મળી આવી હતી અને એવું કહેવાય છે કે કેટલાક હિન્દુઓએ આ મૂર્તિઓ ત્યાં મૂકી હતી અને વિવાદ વધતા હિન્દુ અને મુસ્લિમ પશકારો કોર્ટમાં પહોંચ્યા હતા અને સરકારે આ જગ્યાની વિવાદિત જાહેર કરીને તાળાબંધી કરી હતી.વર્ષ 1986 માં ફૈઝાબાદ ના જિલ્લા મેજિસ્ટ્રેટે હિન્દુઓની વિનંતી પણ વિવાદિત સ્થળના દરવાજો પ્રાર્થના માટે ખોલવાનું આદેશ આપ્યો અને મુસ્લિમો વિરોધમાં આવ્યા અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિની રચના કરી.વર્ષ 1989 ની અંદર વીએચપીએ વિવાદિત સ્થળની નજીક
રામ મંદિર નો પાયો નાખ્યો અને મંદિર નિર્માણ માટે ઝુંબેશને તે જ બનાવી અને 1990 માં તેઓએ વિવાદિત માળખાને નુકસાન પહોંચાડ્યોને પછી તત્કાલીન પ્રધાનમંત્રી ચંદ્રશેખરે વાતચીત દ્વારા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો હતો.વર્ષ 1992માં હજારોની ભીડે આયો તેમાં વિવાદિત માળખાને તોડી પાડ્યો અને પછી દેશભરમાં હિન્દુ મુસ્લિમના રમખાણો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણોમાં 2,000 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. 2002 ની અંદર પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ વિવાદને ઉકેલ માટે અયોધ્યા સમિતિની રચના કરી
હતી. અને વાતચીત માટે વરિષ્ઠ અધિકારી શત્રુનસિંહની નિમણૂક કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી યુપી ચૂંટણીમાં ધંધેરામાંથી રામ મંદિર નિર્માણ નો મુદ્દો હટાવી દીધો જોકે 15 માર્ચથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી આ પછી અયોધ્યામાં હજારો હિન્દુઓ એકઠા પણ થયા હતા.સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ પર યથા સ્થિતિ જાળવી રાખવાનું આદેશ આપ્યો અને સાથે જ 2002માં સ્પષ્ટતા કરી કે વિવાદિત જમીન પર કોઈને પણ શીલા પૂજન કરવા દેવામાં આવશે નહીં અને 2002 ની સાલમાં વીએસપીએ વિવાદિત જમીન પર રામ મંદિર
બનાવવાની માંગ ઉઠાવી હતી.2003માં રેડિયો તરંગો દ્વારા વિવાદિત સ્થળની નીચે પ્રાચીન ઇમારતના અવશેષો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું અને સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ પર પૂજા કરવાની પરવાનગીની કેન્દ્ર સરકારની માંગને ફગાવી દીધી હતી.2003 માં સીબીઆઈ 1992 ના વિવાદાસ્પદ સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં લાલકૃષ્ણ અડવાની સહિત આઠ લોકો સામે ચાર સીટ પણ કરી હતી અને લાલ કૃષ્ણ અડવાણીએ 2004માં યોજાયેલના વિવાદિત સ્થળ પર બનેલા અસ્થાયી રામ મંદિરની પૂજા કરી હતી. 2000 ને છ માં
યુપીએસ સરકારે લિબરહાન કમિશનને લેખિત નિવેદન આપ્યું કે વિવાદિત માળખાને તોડી પાડવું એ ભાજપ આર.એસ.એસ બજરંગ દળ અને શિવસેના નું કાવતરું હતું2010માં અયોધ્યા વિવાદ પર હાઇકોર્ટમાં સુનાવણી પૂરી થઈ અને હાઇકોર્ટ કેસમાં ચુકાદો આપવા માટે 24 સપ્ટેમ્બર ની તારીખ નક્કી કરી હતી અને હાઈકોર્ટે મુસ્લિમોને જગ્યાનો તૃતીયાંશ ભાગ અને બીજો હિન્દુ અને આપવા માટે નિર્ણય કર્યો હતો પરંતુ તે વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી હતી.અને પછી તો છેક નિર્ણય 2019 માં આવ્યો અને તે નિર્ણય
એવો હતો કે રામ જન્મભૂમિની 2.77 એકર જમીન હિન્દુ પક્ષને આપવાનો નિર્ણય કરાવ્યો અને તેની માલિકી કેન્દ્ર સરકાર પાસે રહેશે અને આ સિવાય ઉત્તર પ્રદેશ સરકારને અન્ય કોઈ જગ્યાએ મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન નો ભાગ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment