મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા ધામ વિશે તો આપણે દરેક લોકો જાણીએ જ છીએ. જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વભરમાં ચોટીલા જ માત્ર એવું એક સ્થળ છે જ્યાં બે મુખવાળા ચામુંડ માં બિરાજમાન છે. રક્ષસોનો વધ કરવા માટે માતાજી એ ચંડી ચામુંડાનું રૂપ ધારણ કર્યું હતું.
માનવામાં આવે છે કે, માતાજી અહીં હાજરાહજૂર છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે અહીં આવે છે. મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ જ છીએ કે, ચોટીલાના ડુંગરા પર કોઈ પણ વ્યક્તિને રાત્રે રોકાવા માટેની પરમિશન નથી.
મંદિરના પૂજારી અને તેમના પરિવારને પણ રાત્રે આ ડુંગર પરથી નીચે આવી જવું પડે છે. સાત વાગે તે પહેલા દરેક લોકોને અહીં ડુંગર પરથી નીચે ઉતરી જવું પડે છે. આ વાતને લઈને મંદિરના પૂજારી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મંદિરના પૂજારી ચોટીલાના ઇતિહાસ વિશે જણાવે છે. ત્યારબાદ પૂજારી કહે છે કે, માતાજીનો પહેલેથી જ આદેશ છે કે મંદિરમાં કોઈપણ રાત્રી રોકાણ કરી શકશે નહીં. અમે અને અમારું પરિવાર પણ અહીં રાત્રે રોકાણ કરી શકતું નથી.
તેઓ જણાવે છે કે, માત્ર આસો મહિનાની નવરાત્રી દરમિયાન માતાજીએ અહીં રાત્રિ રોકાણ કરવા માટેની પરવાનગી આપી છે. જણાવી દઈએ કે, આ ઇન્ટરવ્યૂનો વિડીયો ઇંસ્ટાગ્રામ પર gujarat_darshan77 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.