આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. લોકો દરેક જગ્યાએ ઝડપથી પહોંચવાની દોડમાં હોય છે અને આ ઉતાવળ રોડ અકસ્માતનું કારણ બની જાય છે. તમે લોકોને લાખો વખત રસ્તા પર લાલ લાઈટ જમ્પ કરતા જોયા હશે, હાલમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે.
ટ્રેન તેના રસ્તે આવતા કોઈપણ વાહનને સરળતાથી કચડી શકે છે તે જાણતા હોવા છતાં એક વ્યક્તિએ સામેથી આવતી ટ્રેનને અવગણીને ફાટકમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો કેટલા બેદરકાર છે અને પોતાનું અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન આવવાની છે, તેથી ફાટક નીચે ખેંચીને ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ એક વ્યક્તિ એટલી ઉતાવળમાં હતો કે તેણે પોતાની કાર નિર્ભયતાથી ટ્રેકની બીજી તરફ હંકારી હતી. વ્યક્તિએ એકવાર પણ વિચાર્યું ન હતું કે જો કાર ટ્રેન સાથે અથડાઈ હોત તો તેની હાલત શું થાત, તે તો બસ પોતાની ધુનમાં મગ્ન હતો.
આ માણસ કારને બીજી તરફ હંકારી, પણ તેણે જોયું કે ત્યાંનો ગેટ પડી ગયો હતો, હવે તેની પાસે બે વિકલ્પ હતા. કાં તો તે ટ્રેન પસાર થાય અને ફાટક ઊંચો થાય તેની રાહ જોવે અથવા તો ફાટક તોડીને તેની કાર ને લઈ જાય. આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિએ બીજો વિકલ્પ પસંદ કર્યો, તેણે બંધ ફાટકમાંથી જ પોતાની કાર બહાર કાઢવાનું શરૂ કર્યું.
यही इतनी जल्दीबाज़ी वाले पान के दुकान पर रुकेंगे 🙃
— Bihar_se_hai (@Bihar_se_hai) September 22, 2023
વીડિયોમાં જોઈ શકો છો કે ફાટક એકદમ નીચો છે જેથી કાર ને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. પરંતુ વ્યક્તિને એટલી બધી ઉતાવળ હતી કે તેને પોતાની કારને બહાર કાઢવા માટે સીધો ગેટ તોડવાનું શરૂ કર્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે જે સમયે વ્યક્તિ તેની કાર ને ગેટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તે જ સમયે એક વ્યક્તિ તેની કારની નંબર પ્લેટ નો ફોટો લઈ લે છે, આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ઘણા યુઝર્સે વ્યક્તિના આ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને ઘોર બેદરકારી ગણાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment