મિત્રો આપણને બધાને લગભગ ખ્યાલ જ હશે કે મુર્ગી કુંડ માં મધ્ય રાત્રીએ શાહી સ્નાન બાદ અનેક સંન્યાસીઓ અહીં જ અદ્રશ્ય થઈ જાય છે. આ માન્યતા અંગે જણાવ્યું કે હકીકત છે ને આ પ્રસંગને શબ્દોમાં વર્ણવી ન શકાય માત્ર અનુભવી જ શકાય.
અહીંના ઘણા રહસ્યો છે અને તેમાંથી આ એક રહસ્ય છે. અહીં એવા તપસ્વી આવે છે જે માત્ર શિવરાત્રીના મેળામાં જ જોવા મળે છે પછી તે ક્યાં જાય છે તે રહસ્ય છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.અહીંના નાગા સન્યાસીઓ વિશે એવું કહેવાય છે
કે કેટલાક ભાવુકો નાગા સન્યાસીઓની નજીક કલાકો બેસી રહે છે જેમાંથી કેટલાક એવા બાવા હોય છે જે પ્રસન્ન થાય અને આશીર્વાદ આપી દે તો આપણો આ જન્મ સફળ થઈ જાય.આ તપસ્વીઓ માત્ર ભવનાથમાં શિવરાત્રીની ધજા ચડે ત્યારે જ વર્ષમાં એકવાર બહાર આવે છે
અને શિવરાત્રી પૂરી થતાં ક્યાં અને ક્યારે પરત ફરે તે પણ કોઈ જાણી શક્યું નથી. આ બાવા વિશે એવું પણ કહેવાય છે કે તેમનો ક્રોધ હાથ જેવો હોય છે અને જો તેઓ વરસી ગયા તો તમારું જીવન સફળ કરી દે છે.
ત્યાંના મહંતે વધુમાં જણાવ્યું કે આ ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને તેના માટે અગાઉથી આયોજન થાય છે પરંતુ એ મહાદેવની કૃપા પણ છે કે અહીં રહેતા રોકાતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા આપો આપ થઈ જાય છે. તેમને એક રૂપિયાનો પણ ખર્ચ કરવો પડતો નથી અને મોટી સંખ્યામાં અન્ન ક્ષેત્ર ચાલે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment