મિત્રો, આપણે સોશિયલ મીડિયા પર અવારનવાર સુરપુરા ધામ ભોળાદના વિડીયો જોતા હોઈએ છીએ અને આજે લોકોનો વિશ્વાસ અને આસ્થા ભોળાદ ધામ પર છે અને દાદા રાજાજી અને તેજાજી લોકોના કામ કરે છે એટલા માટે લોકોની શ્રદ્ધા છે.
થોડાક જ સમયમાં અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે અને ટોળાને ટોળા આવે છે. ત્યારે દાદાની અને લોકોની સેવા કરનાર દાનભા બાપુ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં ઘણી બધી વાત કરવામાં આવી છે. શા માટે ટોળાને ટોળા દર્શને આવે છે ત્યારે બાપુએ કહ્યું કે, અમે કંઈ ખોટું કરતા નથી.
અમે એક રૂપિયા પણ ઉઘરાવતા નથી અને લોકોને કહીએ છીએ કે, અહીં પૈસા આપવા કરતા તમારી ગામની શાળામાં કોક દીકરા દીકરીના ભણવાના ખર્ચા ઉપાડી લો. અમારી કોઈની જરૂર નથી અહીં જ્યાં સુધી લોકો આવશે ત્યાં સુધી તેમની સેવા કરશું અને દાદાની સેવા પણ કરશું.
અમારે અહીં ભીડ ભેગી કરવી એ મારો ગોલ નથી. દાદાએ કહ્યું કે, લોકોની શ્રદ્ધા જ્યાં સુધી લોકોની શ્રદ્ધા જ્યાં સુધી ટકેલી છે ત્યાં સુધી દાદા તેમનું કામ કરશે અને દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે, હજારો લોકોના અહીંયા કામ થાય છે અને દાદા હાજરાહજૂર પરચા પૂરા કરે છે તેવું પણ કહી શકાય.
જો મિત્રો તમે પણ સુરાપુરા ધામ ભોળાદ જાવ તો દાદાના દર્શન અવશ્ય કરજો. કારણ કે, આ કળિયુગમાં ભગવાનનું નામ લેવું એ પણ એક મોટું ધાર્મિક કાર્ય છે અને અહીં કળિયુગમાં સુરાપુરા દાદા માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ સર્વ સમાજના કાર્ય કરે છે.