ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે બીજી વખત દિલ્હી ની મુલાકાતે પહોંચ્યા છે. સી.આર.પાટીલ ગઈકાલે જ સાંજે દિલ્હી માટે રવાના થયા હતા આજથી બે દિવસ સુધી તેઓ દિલ્હીમાં રહેશે. આ ઉપરાંત સી.આર.પાટીલ હાઉસિંગ કમિટીની બેઠકમાં પણ તેઓ ભાગ લેવાના છે.
જેમાં જે લોકોને મકાન ફાળવણી બાકી છે. તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સી આર પાટીલ ની દિલ્હીની આ મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી શકે તેવી શક્યતાઓ છે. ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડી શકે છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજ તૈયારીઓ વચ્ચે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી પહોંચ્યા છે.
જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થશે તો ચૂંટણીને લઈને રણનીતિઓ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીની પણ મુલાકાત લેશે.
ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની રાજકીય સ્થિતિને લઈને બેઠક યોજી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં કોરોના ની સ્થિતિમાં સરકાર ઘણા વિવાદોમાં ફસાઈ ગઈ છે સાથે જ રાજ્યમાં મોંઘવારીના કારણે લોકોમાં રોષ નો માહોલ ફેલાયો છે.
ત્યારે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાનો ગઢ કેવી રીતે જમાવી શકે તે તમામ બાબતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ બેઠક થશે તો ચર્ચા થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment