સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલાધામ વિશે તો તમે સૌ કોઈ લોકો જાણતા જ હશો. 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડમાં અહીં ચોટીલામાં બિરાજમાન છે. દરરોજ અહી મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન માટે આવે છે. તો મિત્રો આજે આપણે ચોટીલાના મંદિર સાથે જોડાયેલા રોચક ઇતિહાસ વિશે વાત કરવાના છીએ.
કહેવાય છે કે હજારો વર્ષો પહેલા પૃથ્વી પર ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. બંને રાક્ષસો લોકોને ખૂબ જ હેરાન કરતા હતા. ઉપરાંત રાક્ષસો ઋષિમુનિઓને પણ ખૂબ જ ત્રાસ આપતા હતા. ત્યારે એક દિવસ ઋષિમુનિઓએ ભેગા થઈને રાક્ષસથી બચવા માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન હવન કુંડ માંથી આધ્યશકિત પ્રગટ થયા હતા. આ મહાશક્તિએ ચંડ મુંડ નામના બંને રાક્ષસોનું વર્ધ કરી નાખ્યું હતું. ત્યાર પછી મહાશક્તિ ચામુંડ તરીકે ઓળખાયા હતા. આજે ચોટીલા ધામમાં માં ચામુંડાના ચરણમાં દૂર દૂરથી ભક્તો પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે આવે છે. માતાજી અહીં હાજરાહજૂર છે અને અહીં પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અહીં મંદિરમાં માતાજીની સાંજની આરતી થઈ ગયા બાદ પૂજારી સહિત તમામ લોકોને માતાજીના ડુંગરા પરથી નીચે ઉતરી જવું પડે છે. અહીં મંદિરમાં રાત્રે કોઈને પણ રોકાવાની પરમિશન નથી.
આની પાછળ એક એવી માન્યતા છે કે, આજે પણ રાત્રે કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર માતાજીની રક્ષા કરે છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, રાત્રે અહીં મંદિરમાં સિંહ ફરતા જોવા મળે છે. અહીં મંદિરમાં નવરાત્રીના દિવસો હોય ત્યારે માત્ર પાંચ જ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજી મંજૂરી આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment