રામ રાખે તેને કોણ ચાખે…! કાર ઉપરથી બરફ સાફ કરી રહેલા વ્યક્તિ સાથે અચાનક બન્યું એવું કે – વીડિયો જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 6:17 pm, Sat, 30 July 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

મિત્રો તમે ઘણી અકસ્માતની ઘટનાઓના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા હશે. ઘણી અકસ્માતની ઘટનાઓમાં લોકો મૃત્યુ પામતા હોય છે, જ્યારે કેટલાક લોકો મૃત્યુને પણ તાત આપી દેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ ઘટનામાં એક યુવકનો જીવ માંડ માંડ બચ્યો છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ કાર પર પડેલો બરફ સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ દરમિયાન ઉપરથી કંઈક વસ્તુ પડી રહી હોય તેવું તેને લાગે છે. તેથી તે વ્યક્તિ ઉપરની તરફ જુએ છે.

ત્યારે તેને ખબર પડે છે કે ઉપરની તરફથી કાંઈક ભયાનક વસ્તુ નીચે પડી રહી છે. જેને જોઈને તે તાત્કાલિક ત્યાંથી ભાગી જાય છે. હજુ તો બે સેકન્ડ પણ નથી થાય ત્યાં તે ધારદાર વસ્તુ કાર પર આવીને પડે છે. જેના કારણે કારનો ભાંગીને ભૂક્કો થઈ જાય છે. આ ઘટના બનતા જ ત્યાં હાજર લોકો ડરી ગયા હતા.

જ્યારે કાર સાફ કરી રહેલા વ્યક્તિનો માંડ માંડ જીવ બચ્યો હતો. જો કારની સફાઈ કરી રહેલો વ્યક્તિ યોગ્ય સમયે કારથી દૂર ન ગયો હોત, તો તેનો જીવ ચાલ્યો ગયો હોત. વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર @nftbadgar નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.

માત્ર 13 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આ વ્યક્તિનો ચમત્કારી રીતે બચાવ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે…! કાર ઉપરથી બરફ સાફ કરી રહેલા વ્યક્તિ સાથે અચાનક બન્યું એવું કે – વીડિયો જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*