રામ રાખે તેને કોણ ચાખે…! એક બાઈક ચાલકને પાછળથી ટ્રક ચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 4:17 pm, Wed, 20 July 22

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક પુરપાડ ઝડપે આવતા એક ટ્રકે બાઈક સવાર અને રેકડી ચાલકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ઉછળીને રોડ ઉપર પડ્યો હતો. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના શામલી બની છે. શામલીના દિલ્હી સહારનપુર હાઈવે પર સ્થિત બસ સ્ટેશન પર બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના આજરોજ બની હતી. અહીં પાઠ ઝડપે આવતા એક ટ્રકે બાઇક સવાર અને એક રેકડી ચાલકને પાછળથી ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રક કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ મામલે હજુ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસી સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે…! એક બાઈક ચાલકને પાછળથી ટ્રક ચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*