મિત્રો સમગ્ર દેશભરમાં અનેક રાજ્યમાં સારો એવો વરસાદી મહલ જામ્યો છે. અનેક જગ્યાએ તો ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. ત્યારે જેસલમેર પુલપરથી પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પસાર થતો એક યુવક બાઈક સાથે પાણીમાં ફસાયો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકોના શ્વાસ અટકી ગયા હતા.
ત્યારે આ યુવક અચાનક પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે બાઈક પરથી નીચે પડે છે અને દૂર ઊભેલા લોકોની ચીસો પડી ગઈ હતી. પાણીના જોરદાર પ્રવાહમાં યુવકની બાઈક પાણીમાં તણાઈ જાય છે, પરંતુ યુવકનો બચાવ થાય છે. આ ઘટના ગુરૂવારના રોજ બપોરના સમયે બની હતી.
જેસલમેર-જોધપુર રોડ પર ચંદન ફિલ્ટર ફાયરિંગ રેન્જ નજીક ભેરવા ગામમાં પુલ ઉપર લગભગ બે-ત્રણ ફૂટ સુધી પાણી આવી ગયું હતું. જેના કારણે રોડની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પુલ પરથી પસાર થતાં પાણીનો પ્રવાહ ખૂબ જ જોરદાર હતો. આ દરમિયાન એક યુવક અચાનક પોતાની બાઈક પર ભૂલ પસાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે યુવક અને તેની બાઇક તણાવા લાગે છે.
ત્યારે અચાનક જ યુવક બાઈક સાથે નીચે પડી ગયો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર લોકોની ચીસો પડી ગઈ હતી. આ ઘટનામાં યુવકની બાઈક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જાય છે. ત્યારબાદ આસપાસ ઉભેલા લોકો યુવકને પાણીમાંથી બહાર કાઢે છે.
રામ રાખે તેની કોણ ચાખી…! એક બાઈક સવાર યુવક પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ફસાયો, ત્યારબાદ અચાનક થયું એવું કે – વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે… pic.twitter.com/hQ1GMwaG1B
— GUJJU ROCKZ (@gujju_rockz) July 8, 2022
સમગ્ર ઘટના બન્યા બાદ લગભગ બે કલાકની જહેમત બાદ યુવકની બાઇકને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે. આ સમગ્ર દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment