મિત્રો થોડાક દિવસ પહેલા બનેલી રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના શનિવારના રોજ તમિલનાડુમાં બની હતી. અહીં રસીકપુર નજીક પટ્ટનમ ખાતે બે વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. ત્યારે એક કાર નીચે આવી ગયો હતો. મળતી માહિતી અનુસાર કારચાલક જ્યારે કાર રિવર્સ લઇ રહ્યો હતો.
ત્યારે બાળક કારની નીચે આવી ગયો હતો. છતાં પણ કારચાલકને કંઈ ખબર પડતી નથી અને કાર ચાલક ફરીથી કાર આગળ લે છે. ત્યારબાદ કારચાલકને ખબર પડે છે અને કાર ચાલક નીચે ઉતરે છે. આ દ્રશ્ય જોઇને ગામના લોકો અને બાળકના પિતા ઘટનાસ્થળે દોડી આવે છે અને બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે.
આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થાય છે. કારચાલકની કોઈપણ પ્રકારની ઓળખ સામે આવી નથી. ઇજાગ્રસ્ત થયેલા બાળકના પિતા ગામમાં લોન્ડ્રીની દુકાન ચલાવે છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા જાણવા મળ્યું કે, અકસ્માતમાં બાળકના આંતરડાને નુકસાન થયું છે.
મળતી માહિતી અનુસાર બાળક પિતાની દુકાનની નજીકની શેરીમાં રમી રહ્યો હતો. ત્યારે ત્યાં એક કાર આવે છે બાળક કારને જોઈને રસ્તા પર દોડી આવે છે. આ દરમિયાન કાર ચાલક કાર રિવર્સ લે છે. આ દરમિયાન પાછળ આવી રહેલા બે વર્ષનો માસૂમ બાળક કારની નીચે આવી જાય છે.
થોડીકવાર પછી કારચાલક ફરીથી કાર આગળ રહે છે. થોડીકવાર બાદ ત્યાં એક વ્યક્તિ દોડી આવે છે. તે વ્યક્તિને જોઈને કાર ચાલક પણ કારમાંથી નીચે ઉતરી ને બહાર આવે છે. ત્યારબાદ ગામના લોકોએ મળીને બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
#WATCH#TamilNadu: #Namakkal boy, 2, survives after car runs over him twice within a few seconds https://t.co/C82Ye3JfBx pic.twitter.com/Y6YIgmFgh5
— The Times Of India (@timesofindia) June 12, 2022
ત્યાંથી બાળકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment