રામ રાખે તેને કોણ ચાખે : રોડ પર એક બાઇક ચાલક પર ચડી ગયું ટ્રેક્ટર – જુઓ અકસ્માતનો વિડીયો

88

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે કેટલાક અકસ્માતમાં તો કેટલાક લોકો ચમત્કારથી બચી જાય છે ત્યારે તેવી ઘટના સામે આવી છે.

આપણામાં કહેવત કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે દંગ થઈ જાય તેવી અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ અકસ્માત એક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયું હતું. રોડ પર એક પતિ-પત્ની અને તેનો પુત્ર પોતાની બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક રોડ ખરાબ હોવાના કારણે તેમની બાઈક સ્લીપ ખાઇ જાય છે.

ત્યારે તે જ ક્ષણે રોડ પરથી પસાર થઈ રહેલું ટ્રેક્ટરની ટોલીનું પાછળનું ટાયર રોડ પર પડેલા પતિના માથા પર ચડી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈકચાલકે હેલ્મેટ પહેરી હોવાના કારણે તેનો બચાવ થઇ જાય છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. જ્યારે ગઈકાલે તેવી ઘટના સામે આવી હતી ત્યારે આ ઘટનામાં એક બાઈક સવાર એસ.ટી.બસને ઓવરટેક વખતે એસ.ટી.બસ સાથે ટકરાય છે અને બસની નીચે ઘૂસી જાય છે.

એસટી બસના ચાલકે યોગ્ય સમયે બ્રેક લગાવી દેતા બાઇકચાલક નો જીવ બચી જાય છે. આ સમગ્ર ઘટના પણ રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. બંને ઘટનામાં ચમત્કારથી અકસ્માતનો ભોગ બનેલા લોકોનો જીવ બચ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!