દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર બનેલી ઘટનાનો બનેલી એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો જોઇને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. ગઈકાલે લગભગ સવારે 7.28 વાગ્યાની આસપાસ એક 25 વર્ષની યુવતી મેટ્રો સ્ટેશનના છત પર ચડી ગઇ હતી. આ દરમિયાન CISF પોલીસની નજર યુવતી પર જાય છે.
ત્યારબાદ CISFના જવાનો યુવતી પાસે પહોંચી જાય છે. ત્યાર બાદ યુવતીને ત્યાંથી નીચે ઉતરવા માટે ખૂબ જ સમજાવે છે. પરંતુ યુવતી કોઈની વાત માનવા તૈયાર નથી. ત્યાર બાદ યુવતીએ મેટ્રો સ્ટેશનની દીવાલ પરથી નીચે કૂદકો પણ લગાવી દીધો હતો. પરંતુ CISF પોલીસની સમજદારીના કારણે યુવતીનો જીવ બચી જાય છે.
ત્યારે CISFના જવાનોએ પોતાની સમજદારી બતાવી હતી. એક તરફ CISFના જવાનો યુવતી સાથે સતત વાત કરતા રહ્યા અને બીજી તરફ બીજા કેટલાક CISFના જવાનો દિવાલી નીચે ચાદર લઈને પહોંચી ગયા હતા. એટલું જ નહીં પરંતુ સ્થાનિક ટીમે એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી.
જવાનો યુવતીને સમજાવવા અન્ય ઘણા પ્રયાસો કરે છે. પરંતુ યુવતી કોઈની વાત માનવા તૈયાર જ નથી અને તે દિવાલ પરથી નીચે કૂદી જાય છે. પરંતુ નીચે ચાદર અને ધાબળા લઇને ઉભેલા જવાનોએ યુવતીને બચાવી લીધી હતી. આ ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
આ ઉપરાંત નીચે ઊભેલા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો નીચે ચાદર લઈને ઊભા છે. અને મેટ્રો સ્ટેશનના છત પર એક યુવતી ઊભેલી દેખાઈ રહી છે.
રામ રાખે તેને કોણ ચાખે : અક્ષરધામ મેટ્રો સ્ટેશનના છત પરથી કૂદીને 25 વર્ષની યુવતીએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો – જુઓ વિડિયો pic.twitter.com/i18YpjLkxz
— GUJJU ROCKZ (@gujju_rockz) April 15, 2022
ત્યારે અચાનક તે યુવતી ત્યાંથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ નીચે ઊભેલા લોકો અને જવાનો તેને બચાવી લે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઈને લોકો દેશના બહાદુર જવાનોને સલામ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment