ગુજરાતના સોમનાથ, શામળાજી અને અંબાજી મંદિર નું નિર્માણ કરનાર આ પાઘડી વાળા દાદા છે કોણ? જાણો તેમના વિશે અદભુત વાત અને અયોધ્યા મંદિરમાં તેમનો ફાળો…

Published on: 2:39 pm, Thu, 27 October 22

કઈ ને કઈ વસ્તુ ઉભી કરવામાં કોઈ પણ વ્યક્તિનો હાથ હોય છે અને આજે આપણે અંબાજી સોમનાથ અને શામળાજી મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ અને તેને ખૂબ જ શાંતિથી નિહાળીએ છીએ પરંતુ તેની પાછળ એક દાદાનું હાથ છે અને આજે આપણે તે દાદા વિશે જાણવાના છીએ.

આ દાદા દ્વારા ડિઝાઇન કરેલ મંદિરો આજે દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા છે અને ભવિષ્યમાં ભારતની આસ્થાનું કેન્દ્ર અને હિન્દુ લોકોનું જીતનું પ્રતીક સમાન અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ આ દાદા બનાવેલ છે ચાલો જાણીએ દાદા વિશે કે તે છે કોણ. ગુજરાતના ત્રણ મંદિરો પ્રસિદ્ધ છે અને એ સિવાય ગુજરાત અને ગુજરાતના બહારના અનેક જાણીતાઓ મંદિર બનાવવા પાછળ એક માણસનું સારામાં સારું મગજ હતું.

અને એક કલાકમાં કારીગર એટલે પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા. તેઓએ ગણતરી આધુનિક ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ચરમાં થાય છે અને તેઓ 1896 માં પાલીતાણામાં જન્મ થયો હતો અને તેઓએ સોમપુરા બ્રાહ્મણોના સદીઓથી સ્થાપત્ય ના બાંધકામ ક્ષેત્રે મહત્વનું યોગદાન મિત્રો આપેલ છે.

તેમને આ કળાઓ વારસામાં મળી છે અને કારણ કે આ દાદા પરિવારનો વ્યવસાય પણ શિલ્પ કળા નો છે અને તેઓએ સાત ચોપડી સુધી તો માંડ અભ્યાસ કર્યો છે અને થોડોક અભ્યાસ જેવો સંસ્કૃતમાં કર્યો છે પછી બાપદાદાના ધંધામાં લાગી ગયા હતા અને જાત મહેનતથી એટલું જ્ઞાન ભેગું કર્યું કે અડધી જિંદગી ભણેલા આર્કિટેક્ચરને પણ આરતી આપી દે તેવી રીતે તેઓ કામ કરતા હતા અને આગળ જતા તેમને જાતે શિલ્પ કળા વિશેના 14 ગ્રંથો પ્રગટ કર્યા છે.

આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી અને જામનગરના મહારાજ જેવા મહાનુભાવો એ મંદિરને પરિવાર ઊભું કરવાનું નક્કી કર્યું હતું અને સોમનાથ મંદિરની ડિઝાઇન અને બાંધકામ નું કામ એ સમયના પ્રખ્યાત સ્થાપિત પ્રભાશંકર સોમપુરા ને સોપાયું હતું અને આ દાદાએ કામ માથે લીધું અને મારું ગુર્જાર શૈલીમાં

મંદિર બાંધકામ કરવામાં આવ્યું હતું અને એ વખતે 50 લાખ રૂપિયા ના ખર્ચે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. મથુરામાં આવેલ ભગવાન અને કૃષ્ણનું મંદિર અને દિલ્હીનું રામ મંદિર પણ તેમના જ દિમાગનું કામ છે. આજે પ્રભાશંકર દાદા નો પરિવાર પણ આ જ કાર્ય સાથે જોડાયેલો છે. અંબાજી મંદિરના પટાકણમાં આવેલા અદભુત શક્તિ દ્વાર તેમના વંશજોય બનાવેલું છે અને એવું કહેવાય છે કે અયોધ્યાનું રામ મંદિર પ્રભાશંકર દાદા નો પરિવાર જ બાંધશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના સોમનાથ, શામળાજી અને અંબાજી મંદિર નું નિર્માણ કરનાર આ પાઘડી વાળા દાદા છે કોણ? જાણો તેમના વિશે અદભુત વાત અને અયોધ્યા મંદિરમાં તેમનો ફાળો…"

Leave a comment

Your email address will not be published.


*