ટાટા કંપનીના માલિક રતન ટાટા આજે વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ અને સફળ બિઝનેસમેન બની ગયા છે તેવો માત્ર બિઝનેસમાં નહીં પરંતુ સમાજસેવા લોક સેવા ગરીબો અને જરૂરિયાત મંદોની સેવા પાછળ પણ પોતાની સંપત્તિ ખર્ચ કરતા હોય છે. રતન ટાટાની આ દિલદારીને કારણે જ તેઓ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રતન ટાટા એ પોતાની કંપનીને સમગ્ર વિશ્વમાં સફળતા અપાવવા માટે ખૂબ જ સંઘર્ષો કર્યા છે આ કારણથી જ આજના સમયમાં ટાટા કંપની સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે તથા તેમણે પોતાના પિતાજી જમશેદજી ટાટા ના માર્ગદર્શન પ્રેરણા અને વિચારો પર ચાલી પોતાના જીવનમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે આટલા મોટા વિશ્વ લેવલે સફળ બિઝનેસમેન હોવા છતાં પણ પોતાના જીવનમાં હંમેશા સાદગી સંસ્કારો અને સંસ્કૃતિને પોતાની સાથે રાખે છે.
રતન ટાટા માત્ર પોતાના અને પોતાની કંપની વિશે નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં વિકાસ થાય અને સૌ લોકો પોતાનું જીવન ખૂબ જ સારી રીતે વિતાવી શકે તેવા પ્રયત્નો જરૂરથી કરે છે. પરંતુ હવે ટાટા ગ્રુપનો આ બિઝનેસ હવે આગળની પેઢીને સોંપાઈ રહ્યો છે. આગળની પેઢીમાં માયા ટાટા નો પણ સમાવેશ થાય છે પરંતુ આ નામ તમે ક્યારે પહેલા નહીં સાંભળવી હોય અથવા તમે આ વ્યક્તિ વિશે નહીં જાણતા હોય. તો ચાલો આજે જાણીએ કે માયા ટાટા આખરે કોણ છે.
માયા ટાટા એ રતન ટાટાની સાવકી ભત્રીજી છે. અને સિમોટા ટાટાની પૌત્રી છે. માયા ટાટા 34 વર્ષની ઉંમરમાં સફળ બિઝનેસમેન બની ચૂકી છે. માત્ર એટલું જ નહીં પરંતુ હાલમાં જ માયા ટાટાને એમના ભાઈ બહેન લેહ અને નેવિલ સાથે ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડ સભ્યોની જવાબદારી સોંપવામાં આવે છે. સમગ્ર વિશ્વના સફળ બિઝનેસમેન તરીકે રતન ટાટાની આ પુત્રી ટાટા કંપની માટે સર્વશ્રેષ્ઠ વારસદાર સાબિત થઈ છે. માયા ટાટા આગળના સમયમાં ટાટા કંપનીને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છે. ભવિષ્યના સમયમાં ટાટા કંપની સમગ્ર વિશ્વમાં વિકાસ ઉદ્યોગ અને માનવ જરૂરિયાત લક્ષી શરૂઆત કરી ભારત દેશને ખૂબ આગળ વધારવામાં મદદરૂપ થશે.
માયાએ અલ્લું મિસ્ત્રી અને નોએલ ટાટા ની પુત્રી છે. અને રતન ટાટા તેના સાવકા ભાઈ છે. માયા નો સમગ્ર પરિવાર tata કંપની સાથે ખૂબ જ લાંબા સમયથી જોડાયેલો છે આપને જણાવી દઈએ કે માયાની માતા ટાટા સમૂહના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની બહેન અને સ્વર્ગસ્થ પલોનોજી મિસ્ત્રીની પુત્રી છે. માયા ની કાકી પાસે 56000 કરોડ કરતાં પણ વધારે સંપત્તિ છે. અઢળક સંપત્તિ હોવાને કારણે તે ભારત દેશની સૌથી અમીર મહિલાની યાદીમાં સામેલ થઈ ગઈ છે. માયા ભાઈ બહેનોમાં સૌથી નાની હોવા છતાં પણ ટાટા કંપનીના વિકાસલક્ષી કાર્યોમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે.