વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, નર્મદા થી લાભ ન થયો હોય તો રાજીનામું આપી દઈશ. સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના લાભ થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પડકાર ફેંક્યો છે.
નર્મદા વિકાસ યોજના ની માંગ પર ચર્ચા દરમ્યાન તેમને નિવેદન કર્યું હતું તેમાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા થી લાભ ન થયો હોય તો રાજીનામું આપી દઈશ.
મહાનગરપાલિકામાં કોરોનાવાયરસ ના કેસો સતત વધી રહ્યા છે.અત્યારે કોરોના નું પ્રમાણ વધતા સરકારને નિશાન બનાવતી કોંગ્રેસને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ તો આપ્યો.
પરંતુ મામલો ઉલટો પડ્યો હતો. ક્રિકેટ અને ચૂંટણીને કારણે કોરોના ફેલાયા ની વાતો ખોટી હોવાનો ઉલ્લેખ નીતિન પટેલે કર્યો હતો.
નીતિન પટેલ તર્ક સાથે કહ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદમાં રમાઈ હતી અને કોરોના ના સુરત,રાજકોટ માં કેસ વધ્યા છે.આ પછી નીતિન પટેલ બોલ્યો કે.
કોઈ આદિવાસી કિકેટ જોવા આવ્યો હોય તો ટિકિટ બતાવો.બસ આટલી વાત પર આદિવાસી મુદ્દે હોબાળા બાદ કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય ગૃહ છોડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment