હાલમાં દિવાળીના તહેવારની રજાઓ ચાલી રહી છે અને તમામ લોકોએ દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી ત્યારે રાજકોટના બે પરિવારો માટે દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે જેમાં બે પરિવારે પોતાના લાડકવાયા દીકરાઓ ગુમાવી દીધા છે
અને રાજકોટના મૂળ વતન કુવાડવાના ડેરોઈ ગામે ગયેલા પાનસુરીયા અને સોરઠીયા પરિવારના બે પુત્રો બેટી ગામે તળાવમાં ડૂબી જતા તેમનું મૃત્યુ થયું છે.મોરબી રોડ પર શ્રી રેસીડેન્સી માં રહેતા અશ્વિનભાઈ પાનસુરીયા અને સહકાર રોડ પર સુભાષ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ સોરઠીયા નો પરિવાર
તથા બીજા પરિવારના લોકો દિવાળીની રજા હોવાથી મૂળ વતન ગયા હતા ત્યાંથી આ પરિવારોના સંતાન ચાર મિત્રો સાથે આંટો મારવા માટે નાસ્તો લઈને ગયા હતા.જ્યાં તેમને નાસ્તો કર્યા બાદ જાસ્મીન તળાવમાં હાથ ધોવા માટે જતા સેવાળ હોય ત્યા પગ લપસતા તે અંદર પડી ગયો હતો
અને તેને તરતા આવડતું ન હોવાથી તે લાગ્યો હતો અને આ જોઈને તેનો મિત્ર દર્શિત પાનસુરીયા તેને બચાવવા માટે પાણીની અંદર છલાંગ માળી હતી.આ બંનેને તરતા નતું જ આવડતું તેને જોઈને તેમનો ત્રીજો મિત્ર નંદન ધોલરીયા કે જેને તરતા આવડતું હતું તે
આ બંનેને બચાવવા માટે તળાવમાં છલાંગ મારી હતી અને તેના પ્રયાસોતી જાસમીન અને દર્શિત બહાર નીકળી ગયા હતા અને બંને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસાડ્યા હતા પરંતુ બંનેના મોત નીપજતા અરેરાતી વ્યાપી ગઈ હતી અને બનાવ અંગે હોસ્પિટલે પોલીસના સ્ટાફને જાણ કરતા પોલીસ આપે જરૂરી કાર્યવાહી કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment