ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે નડિયાદમાં બનેલી એક હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કપડવંજ પથકમાં પેટ્રોલ પંપ પર રીક્ષા પાસે ઉભેલા યુવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કપડવંજ પથકમાં બહેનને સાપ કર્યો હોવાના કારણે ભાઈ તેની ખબર કાઢવા માટે કપડવંજ આવ્યો હતો. ત્યારે અહીં તેનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું.
વિગતવાર વાત કરીએ તો અરવલ્લી જિલ્લાનો એક યુવક પોતાની બહેને ને સાપ કર્યો હોવાના કારણે તેની ખબર કાઢવા માટે કપડવંજ આવ્યો હતો. તે એક ખાનગી રિક્ષામાં બેસીને પોતાના બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કપડવંજ શહેરના સોની પૂરા પાસે આવેલા આસ્થા પેટ્રોલ પંપ પર રીક્ષા ચાલકે રિક્ષામાં ડીઝલ પુરાવા માટે ઉભી રાખી હતી.
બહેનની ખબર કાઢવા જતા ભાઈનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… જુઓ મોતનો Live વિડિયો… pic.twitter.com/wChJ426QhQ
— GUJJU ROCKZ (@gujju_rockz) August 18, 2023
આ દરમિયાન યુવક રિક્ષામાંથી બહાર નીકળીને ત્યાં ઉભો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે જમીન પર ધડી પડ્યો હતો. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, યુવક જમીન પર પડી જાય છે. ત્યારબાદ પેટ્રોલ પંપ પર હાજર લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો તેનો મોત થઈ ગયું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી મૃત્યુ પામેલા યુવકને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં ડોક્ટરે જણાવ્યું કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા હસમુખ પ્રભાતસિંહ ઝાલા હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment