બે ભાઈઓ રોડ પર ચાલીને જઇ રહ્યા હતા, ત્યારે વીજ વાયર માથે પડતા બંને ભાઈ થઈ ગયા ભડથું – જુઓ લાઇવ ઘટનાનો વીડિયો

121

ઉત્તર પ્રદેશની અલીગઢ ની એક ચોંકાવનારી ઘટના નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના વાલી ઘટના રસ્તા પર ચાલતાં બે ભાઇઓ પર અચાનક 11kvનો હાઈટેન્શન લાઈનના તાર પડ્યો હતો. જેના કારણે બન્ને ભાઈઓ વીજતાર સાથે ચોટી ગયા હતા અને બંને ભાઈનું ભડથું થઈ ગયું હતું.

આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બે ભાઈ રોડના કિનારે પર ચાલીને જઈ રહ્યા છે. ત્યારે અચાનક જ હાઈટેન્શન લાઈનના તાર તૂટીને નીચે પડે છે.

ત્યારે બન્ને ભાઈઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. ત્યારે બન્ને ભાઈઓ તૂટેલા વીજતાર સાથે ચોટી જાય છે અને બંને ભાઈ નું ભડથું થઈ જાય છે.

મળતી માહિતી મુજબ એક ટ્રક વીજળીના થાંભલા સાથે અથડાયો હતો. તેના કારણે હાઈટેન્શન લાઈનના તાર તૂટી ને રોડ પર પસાર થઈ રહેલા બે ભાઈ પડ્યો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે બંને ભાઈ સાથે આ ઘટના બને છે ત્યાં એક વ્યક્તિ બંને ભાઈ ને બચાવવા માટે ત્યાં દોડે છે પરંતુ તે વ્યક્તિ પણ ડરી જાય છે અને એ પણ પાછળ હટી જાય છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!