આપણી સમક્ષ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચમત્કારી વિડિયો સામે આવતા હોય છે. ક્યારેક અમુક વીડિયો ચમત્કારી હોય એવા પણ હોય છે. એવામાં આપણી સમક્ષ એક એવો જ ચમત્કારી વીડિયો સામે આવ્યો છે, જેના વિશે વાત કરીએ તો રવિવારના દિવસે રાજકોટમાં જન્મતાની થોડીક મિનિટોમાં નવજાત બાળકને K.T ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે પરિવારજનો બાળકને લઈને સ્મશાને ગયા ત્યારે ચમત્કાર બન્યો.
વિસ્તૃતમાં કહીશ તો આ મૃતદેહ દફનાવા ગયા ત્યારે હજુ તો અડધો ખાડો ખોદ્યો હતો તેવામાં જ એ બાળકે ફરી શ્વાસ લીધો.જે આશ્ચર્યચકિત થઈ જવાય એવી વાત છે, ત્યારે આ બાળકના ધબકારા શરૂ થતાની સાથે ત્યાં હાજર રહેલા સ્મશાન ઉપર સૌ લોકો જોઈને સ્તબ્ધ થઈ ગયા. બાળકને ફરી હોસ્પિટલ લઇ જવાયો ત્યારે જાણવા મળ્યું હતું કે બાળકને તેણે કુલ 14 કલાક જીવ્યું હતું. છેવટે અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે આ બાળકને 14 પહેલા પહેલા મૃત જાહેર કરતી મહિલા ડોક્ટર ની વિરુદ્ધ તપાસના આદેશો શરૂ કરવામાં આવ્યા હતા.
ત્યારે વાત કરીએ તો કોડીનારની પોલીસમેન પરેશભાઈ ડોડીયા ના પત્ની એવા મિતલબેન કે જેમને પ્રસૂતિની પીડા થતાની સાથે જ રાજકોટમાં આવેલી ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે રવિવારની રાત્રિએ એક વાગ્યાના સમયમાં દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો, ત્યારે જાણવામાં આવ્યું હતું કે અધૂરા મહિને twins નો જન્મ થવાથી બંને બાળકનું વજન ઓછું હતું.તેથી એ બાળકી અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તે દરમિયાન twins ને ચિલ્ડ્રન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી.
ત્યારે થોડીક મિનિટો ની સારવાર કર્યા પછી મહિલા ડોક્ટરે આ બાળકને મૃત જાહેર કરાયા હતા. ત્યારે પરિવારમાં ખબર પડતા કે દીકરાને મૃત જાહેર કર્યો છે, ત્યારે પરિવારજનો પર દુઃખનું આભ પડ્યું. બાળકને મૃત જાહેર કર્યું, ત્યારે તેના મૃતદેહને ડોડીયા પરિવાર દ્વારા હોસ્પિટલમાં રીક્ષા રાખીને બેસતા અનવર ભાઈ ની રીક્ષા માં ગયા અને મૃતદેહને દફનાવવા માટે નાનો એવો ખાડો ખોદ્યો, ત્યારે અચાનક જ આ નવજાત બાળક એ શ્વાસ લીધા ત્યારે ત્યાં હાજર રહેલા સભ્યો રિક્ષાચાલક સૌ લોક દંગ થઈ ગયા કે આ શું?
સ્મશાને હાજર રહેલી તમામ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ પછી એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર ત્યાં આવેલા રિક્ષાચાલક અનવરભાઇ નવજાત બાળકને લઈને ફરીથી હોસ્પિટલ લઈ ગયા અને બાળકનું NICU માં દાખલ કરવામાં આવ્યો. જ્યારે પરિવારને જાણ થઈ તો પરિવારના લોકો ખુશીના આંસુ રડી પડ્યા ત્યારે પરિવાર કુદરતને ચમત્કાર ગણાવ્યો હતો. અને સૌ લોકો ખુશી ને મારે ભીની આંખે રડી પડ્યા. પરંતુ તેમની આ ખુશી થોડાક કલાકો સમય પૂરતી જ હતી. ત્યારબાદ સોમવારે બપોરના ત્રણ વાગ્યે બાળકને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને દફનવિધિ કરાઈ.
આ બધું સમાપ્ત થતાં પ્રસુતિ કરાવનાર ડોક્ટર મહિલા પર કેટલાંક આદેશો કરવામાં આવ્યા છે, ત્યારે આ K.T ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડોક્ટરે કહ્યું કે બાળકનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેનું વજન ખૂબ જ ઓછું હતું એટલે કે 540 ગ્રામ જ હતું, ત્યારે કોઈ પણ સંજોગો કે આ બાળક જીવિત રહી શકે તેમ ન હતું તેથી બાળકને હાટ બંધ થઈ ગયું હતું,અને એવું હશે અંદર ના ધબકારા ચાલુ હશે. જેથી સ્ટેથોસ્કોપથી જાણી શકાય તેમ ન હતું આથી મૃત જાહેર કરાયું હતું.
જ્યારે એડલ્ટ વ્યક્તિને મૃત્યુના કેસમાં સ્ટેટ્સ કરવામાં આવે છે. ત્યારે તેની મૃત્યુની જાણ થઈ જાય છે. તો પણ વ્યક્તિનો એ સી જી કરી મૃત્યુનો સ્પષ્ટ જાણી શકીએ છીએ. પરંતુ આ તો નવજાત બાળક છે તેનું તો અસંભવ બને. તો પણ ડોક્ટરો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે ડોક્ટરે હાથ ચાલુ કરવા માટે પ્રયત્નો કર્યા અને સ્પષ્ટ ન જણાતા મૃત જાહેર કર્યો હતો. ત્યારે ડોક્ટરે કહ્યું કે મારી 23 વર્ષની કારકિર્દીમાં આ પહેલી ઘટના બની છે, કે સ્મશાને લઈ જતાં ફરીથી ધબકારા શરૂ થયા એ વાત તો હજુ મને પણ સમજાણી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment