આ યુવતી સાથે સ્ટંટ કરતી વખતે થયું એવું કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

Published on: 11:38 am, Sun, 13 March 22

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે ઘણા વિડીયો તમારા ચહેરા પર ખુશી લાવી દેતા હોય છે અથવા ઘણા વિડીયો જોઈને તમને રડવું આવી જતું હોય છે. અથવા ઘણા વિડીયો જોઈને તમે આશ્ચર્ય ચકિત થઈ ગયા હશો. તમે સોશિયલ મીડિયામાં ઘણો અવારનવાર સ્ટંટના વિડીયો જોયા હશે.

ઘણી વખત અમુક લોકો સાથે જ સ્ટંટ કરતી વખતે એવું થાય છે કે જેને જોઈને તમામ લોકો હસી પડે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં સ્ટંટ પરથી એક યુવતીનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી પુરપાટ ઝડપે દોડવા તૈયાર છે. યુવતી સામેના બાંકડા પરથી કૂદવા માટે દોડ લગાવે છે. યુવતી દોડીને બાંકડા પર પગ મૂકે છે ત્યારે યુવતીનો પગ લપસી જાય છે અને પગ બાંકડામાં ફસાઈ જાય છે.

જેના કારણે યુવતી આગળની તરફ ખાબકે છે. યુવતીને આ ખતરનાક સ્ટંટ કરવો ખૂબ જ ભારે પડી ગયો છે. કારણ કે વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે યુવતીના પગમાં સારી એવી ઈજા પહોંચી હશે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે. ઉપરાંત ઘણા લોકો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આવા ખતરનાક સ્ટંટ ન કરવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!