દેશની આ દીકરીને ભણતા-ભણતા 23 લાખના પગારવાળીનું મોટી નોકરી મળી, દીકરીના કારણે માતા-પિતાનું નામ સમગ્ર દેશભરમાં રોશન થયું…

Published on: 11:04 am, Wed, 25 May 22

આજકાલના યુવકો અને યુવતીઓ સારો અભ્યાસ કરીને સારા પગારવાળી નોકરી મેળવવા ઈચ્છતા હોય છે. ત્યારે હાલમાં આપણે એક એવી દીકરી વિશે વાત છીએ જેને ભણતા ભણતા 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળી છે. આ દીકરી ભોપાલની રહેવાસી છે.

દીકરી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તે પહેલા તો તેને 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળી ગઇ હતી. હાલમાં આ દીકરીની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. ભોપાલની રહેવાસી આ દીકરીનું નામ મોક્ષા જૈન છે. મોક્ષા હાલમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

મોક્ષાએ પોતાના જીવનમાં ક્યારેય પણ કોચિંગ ક્લાસ લીધા નથી. મોક્ષા એક દિવસ-રાત મહેનત કરીને પોતાની જાતે જ બધો અભ્યાસ કર્યો છે. દીકરી મોક્ષા છીંદવાડાની રહેવાસી છે અને તેના પિતા પ્રોપર્ટી ડીલર છે. મળતી માહિતી મુજબ મોક્ષાની પસંદગી વોલ માર્ટ કંપનીમાં થઈ હતી. દીકરી મોક્ષાને ચેન્નાઈ અથવા તો બેંગ્લોર બંનેમાંથી એક જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે.

દીકરી મોક્ષને વર્ષે 23 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. દીકરી મોક્ષએ આ પેકેજ મળવાનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો છે. દીકરીને 23 લાખ રૂપિયાના પેકેજ વાળી નોકરી મળતા પરીવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મોક્ષા એ ઘણી બધી કંપનીઓમાં ઇન્ટર્રશિપ પણ કરી હતી.

મોક્ષા એ દિવસ રાત પોતાના અભ્યાસમાં મહેનત કરીને આજે એક ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. મોક્ષાએ આ મોટી સફળતા પ્રાપ્ત કરીને પોતાના માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું છે. જણાવી દઈએ કે મોક્ષા તેની ત્રણ બહેનોમાં બીજા નંબરની છે. મોક્ષા હાલમાં સેજ ગ્રુપની કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.

દીકરીની આ સફળતાને લઇને કોલેજમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીની આ મોટી સફળતાના કારણે દીકરીના માતા-પિતા પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે. હાલમાં સોશિયલ મીડિયામાં લોકો આ દીકરીની મોટી સફળતાની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકો તો દીકરીના વખાણ કરતાં થાકતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશની આ દીકરીને ભણતા-ભણતા 23 લાખના પગારવાળીનું મોટી નોકરી મળી, દીકરીના કારણે માતા-પિતાનું નામ સમગ્ર દેશભરમાં રોશન થયું…"

Leave a comment

Your email address will not be published.


*