ભાવનગરમાં સિટી બસમાં બેસતી વખતે બસ ઉપડી જતા, એક યુવાન બસના પાછળના ટાયરમાં આવી ગયું, યુવાનનું મૃત્યુ…

Published on: 11:59 am, Sun, 12 September 21

અકસ્માતની ઘટનાઓ રાજ્યમાં દિવસેને દિવસે વધી રહી છે ઘણા અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે ભાવનગરની એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ સિટી બસના ચાલકે બસમાં બેસવા જતા યુવાન બસમાં બેસે તે પહેલાં જ બસ ઉપાડી લીધી હતી.

તેના કારણે યુવાન બસના પાછળના ટાયરમાં આવી ગયું હતું અને યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળના બ્લોક માં રહેતા 44 વર્ષીય યુવાન મહિલા કોલેજ પાસે બસમાં બેસવા જતા હતા.

અને તે જ સમયે બસ ડ્રાઈવરે બસ ઉપાડી લીધી હતી તેના કારણે યુવાન બસના પાછળના ટાયરમાં આવી ગયા હતા અને યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ બસચાલકે પાછળ જોયા વિના બસ ઉપાડી લીધી હતી તેના કારણે કાર્તિક બસમાંથી નીચે પડી ગયો હતો અને બસના પાછળના ટાયરમાં આવી ગયો હતો.

ઘટના બનતા જ બસ ચાલક ઘટના સ્થળે બસ છોડીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. અકસ્માત બનતા જ રોડ પર ટ્રાફિક જામ થયું હતું. આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા.

પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજામાં લઇ ને પોસ્ટ મોર્ટમ માટે સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!