ગરબા લઈને ઘરે પરત ફરતી વખતે એક યુવતીએ બાઇકચાલકને લગાવી ટક્કર, જુઓ લાઇવ અકસ્માતનો વિડીયો

73

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મેગાસિટી અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદમાં થોડાક સમય પહેલાં જ શિવરંજની ચાર રસ્તા પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિએ ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.

ત્યારે હવે જાણીતા બિલ્ડરની પુત્રીએ એક બાઈક ચાલકને અડફેટમાં લીધો છે. મળતી માહિતી અનુસાર બિલ્ડર અમિત પટેલની પુત્રીએ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક કરતાં વધારે યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જેના કારણે શહેરમાં અફરાતફરી મચી ગઇ છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતનો ભોગ બનેલો વિદ્યાર્થી CAનો અભ્યાસ કરે છે તેવું સામે આવ્યું છે.

અકસ્માત સર્જાયો ત્યારે કારચાલક યુવતીએ ગરબા રમીને પોતાના ઘર તરફ પરત વાળી રહી હતી. મળતી માહિતી અનુસાર યુવતી ખુબ જ ઝડપ સ્પીડમાં કાર ચલાવી રહી હતી. અકસ્માત સર્જાયો ત્યાર બાદ યુવતી ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગઇ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. અકસ્માતનો ભોગ બનનારને સામાન્ય ઈજા પહોંચી હતી. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે વધી રહેલી હિટ એન્ડ રનની ઘટના હવે એક પ્રશ્ન બની ગઇ છે.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યુવતીએ બાઈક પર સવાર બે યુવકો ને ટક્કર લગાવી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!