અંબાજી થી દર્શન કરીને પરત ફરતી વખતે અચાનક કારમાં લાગી આગ, પતિની નજર સામે પત્ની…

Published on: 11:24 am, Tue, 3 August 21

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે ત્યારે જ તેવી જ ઘટના સામે આવી છે માણસા તાલુકાના રંગપુર ગામ નું દંપતી રવિવારના રોજ પોતાની કારમાં અંબાજી દર્શન કરવા આવ્યા હતા. જ્યારે તેઓ માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા.

ત્યારે હડાદ નજીક અચાનક કારમાં આગ લાગી ગઈ અને કારમાં આગ લાગી છતાં પતિની સામે પત્ની બળીને ભડથું થઈ જતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ ઉપરાંત હતી જ્યારે કારમાંથી બહાર નીકળ્યો ત્યારે પગ અને હાથના ભાગે ગંભીર રીતે દાઝ્યા હતા.

મળતી માહિતી મુજબ માણસા તાલુકાના રંગપુર ગામ ના ચિરાગ સિંહ ચાવડા અને તેમના પત્ની મુજબ આ રવિવાર ના રોજ અંબાજી માંના દર્શને ગયા હતા. તેઓ પોતાની વેગેનાર ગાડી GJ 27 C 2470 લઈને માતાજીના દર્શન કરવા ગયા હતા.

ત્યારે માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે હડાદથી બે કિલોમીટર દૂર અચાનક જ કારમાં આગ લાગી હતી. ગાડીમાં અચાનક આગ વધી જતા ચિરાગસિંહ ગાડીમાંથી બહાર નીકળી ગયા પરંતુ તેમના પત્ની પુજાબા ચાવડા કારમાં જ ફસાઈ ગયા અને ઘરમાં લાગેલી આગના કારણે તેમનું મૃત્યુ ઘટનાસ્થળે જ થઈ ગયું હતું.

તેમજ ચિરાગ સિંહ ને હાથ, પગ અને મોઢા પર ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની ખબર પડતાં જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ અંબાજી ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!