નવસારીમાં ઘરમાં રમતી વખતે ફૂલ જેવી દીકરીને એવું દર્દનાક મોત મળ્યું કે… હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

નવસારીમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વર્ષની માસુમ બાળકીને એવો દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે. જાણવા મળી રહ્યું છે કે નવસારી શહેરમાં રહેતા એક પરિવારને એક ફૂલ જેવી માસુમ દિકરી ઘરમાં પાણીની ડોલમાં ડૂબી ગઈ હતી.

આ કારણસર તેનું રિબાઈ રિબાઈને મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ નીલકર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમ તમકતા નામના યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં તેની પત્ની અને એક એક વર્ષની બાળકી છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે પ્રેમ નોકરી પરથી આવીને ઘરે આવીને સુઈ ગયો હતો. આ દરમિયાન પ્રેમની પત્ની બાળકીને રમતી મૂકીને અન્ય કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. આ દરમિયાન માસુમ બાળકી રમતા રમતા બાથરૂમ સુધી પહોંચી હતી અને તે બાથરૂમમાં પાણીથી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. જેના કારણે બાળકીનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.

આ ઘટના બનતા જ બાળકીના પિતા જાગી ગયા હતા અને પછી તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું અને માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સદા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ બનાવ અન્ય વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

ફુલ જેવી માસુમ બાળકીનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. માતાને અંદાજત ન રહ્યો કે તેને પોતાની બાળકીને રમતા મૂકી છે. દીકરીના મોતના સમાચાર મળ્યા બાદ પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*