દર્દીને લિફ્ટમાં ચડાવતી વખતે કંઈક એવું બન્યું કે…હિમ્મતવાળા લોકો જ વીડિયો જોજો…

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર અકસ્માતના વિડીયો વાયરલ થતા હોય છે. અકસ્માત ક્યારે અને કયા સમયે થાય તે કોઈને ખબર હોતી નથી. ઘણી અકસ્માતની ઘટનામાં બીજાની ભૂલ અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાતો હોય છે. ત્યારે હાલમાં તેવી જ એક અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

તમે ચારથી પાંચ માળની ઘણી એવી હોસ્પિટલો જોઈએ છે. જેમાં નીચેના માળેથી ઉપરના માળે દર્દીને લઈ જવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે કોઈ દર્દીની તબિયત વધારે ખરાબ હોય અથવા તો ઇમરર્જન્સી હોય ત્યારે લિફ્ટ ખૂબ જ કામમાં આવે છે. પરંતુ અમુક વખત લિફ્ટ ખતરનાક સાબિત થતી હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં લેફ્ટમાં બનેલી એક ભયાનક ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દર્દી સ્ટ્રેચર પર પડેલો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના બે કર્મચારીઓ દર્દીને લિસ્ટમાં ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. ત્યારે અચાનક જ લિફ્ટની અંદર ટેકનીકલ ખામી આવે છે અને લિફ્ટ આપોઆપ નીચે ચાલી જતી રહે છે. જેના કારણે દર્દી ઊંધા માથે લિફ્ટમાં પડે છે અને હોસ્પિટલ નો એક કર્મચારી પણ લિફ્ટની અંદર ફસાઈ જાય છે.

આ ઘટના બનતા જ હોસ્પિટલના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત લિફ્ટમાં ફસાયેલા દર્દી અને હોસ્પિટલના કર્મચારી સાથે શું થયું તેની પણ કોઈ માહિતી સામે આવી નથી.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, લીફ્ટના બંને દરવાજા ખુલ્લા છે છતાં પણ લિફ્ટ આપમેળે નીચે જતી રહે છે. જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. મિત્રો જ્યારે લિફ્ટના બંને દરવાજા બંધ થાય ત્યારે જ લિફ્ટ નીચે જાય છે. તેના સિવાય લિફ્ટ પોતાની જગ્યાએથી હલતી નથી.

પરંતુ ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હશે તેવું લાગે છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર IPS ઓફિસર Rupin Sharmaએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડિયો સાત લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*