જિરાફને ખાવાનું ખવડાવવા જતી વખતે, નાનકડા એવા બાળક સાથે કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને તમે પણ હચમચી જશો…

સોશિયલ મીડિયા પર તમે જંગલી પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં એક જિરાફ અને એક નાનકડા એવા બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે.

જેવો મૂંગા પ્રાણીઓને ઘણી બધી વસ્તુઓ ખવડાવતા હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક જિરાફને ખાવાનું ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે જિરાફ અચાનક જ બાળક સાથે કાંઈક એવું કરે છે કે ત્યાં ઉભેલા બાળકના માતા-પિતાનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો એવો બાળક એક જિરાફને ઝાડની ડાળી ખાવા માટે આપે છે. ત્યારે જિરાફે ડાળી પોતાના મોઢામાં લઈને બાળકને હવામાં ઉછાળે છે. આ દ્રશ્ય જોઈને બાળકના માતા પિતા હચમચી ગયા.

તેઓ પોતાના બાળકને બચાવવા માટે તેનો પગ પકડી લે છે અને તેને નીચેની તરફ ખેંચે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર અન્ય લોકો પણ આ ડરી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં બાળકને કહી થયું નથી. વિડીયો જોતા એક વાતની ખબર પડી ગઈ કે જંગલી પ્રાણીઓથી હંમેશા જેટલા દૂર રહો તેટલું વધારે સારું.

જો બાળકના માતા પિતાએ યોગ્ય સમયે બાળકના પગ ન પકડ્યા હોત તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત. પરંતુ આ ઘટનામાં બાળકને કાંઈ થયું નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો ટ્વીટર પર B_S નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં 21 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો આ વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે આ ઘટનામાં માતા પિતાની બેદરકારીને કારણે બાળક સાથે આ ઘટના બની.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*