સાબરકાંઠા જિલ્લાના ઈડર હિંમતનગર હાઇવે પર સાપવાડા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અલ્ટો ગાડી નું ટાયર ફાટતા તે ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ વડોદરામાં પરિવાર alto ગાડી લઈને બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાં તેમની ગાડી અઢી વાગ્યા ની આસપાસ ઇડર હિંમતનગર હાઇવે પર આવેલા સાપ વાડા નજીકથી પસાર થઈ રહી હતી
અને ત્યારે અચાનક ગાડીનું ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી મારી ગઈ હતી.હાલ તો સ્થાનિક પોલીસે પંચનામું કરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ઘનશ્યામ પંડ્યા અને દીપાલી પંડ્યા તરીકે
થઈ છે જે સંબંધે સસરા અને પુત્ર વધુ થાય છે જ્યારે ઇજાગ્રસ્તોની ઓળખ દીપેન પંડ્યા, તનિષ્ક પંડ્યા, પ્રહરન સોલંકી, પ્રતીક્ષા સોલંકી તરીકે છે ને અત્યારે પોલીસે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment