હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં રીક્ષા ચલાવતી વખતે અચાનક જ ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા તેનું કરુણ મૃત્યુ થયું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર જતી એક ઓટો રીક્ષા અચાનક જ ઉભી રહી જાય છે.
પછી રીક્ષા ચાલક રિક્ષામાંથી બહાર નીકળે છે અને અચાનક જ તે જમીન પર ઢળી પડે છે. આ દ્રશ્યો જોતા જ આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને દોડીને રીક્ષા ચાલક પાસે પહોંચી આવ્યા હતા. ત્યાંથી પસાર થતા લોકોએ રિક્ષાના ડ્રાઇવરને તડપતો જોયો હતો. લોકો કાંઈ સમજે તે પહેલા તો રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના બની ત્યારે ત્યાંથી અન્ય એક રીક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો. તે રોડ ઉપર તડપતા રીક્ષા ચાલકને જોઈને પોતાની રીક્ષા ઉભી રાખી દે છે અને દોડીને તેની પાસે પહોંચી જાય છે. ત્યારબાદ અન્ય રીક્ષા ચાલક રીક્ષા ચાલકને CPR આપવાનો પ્રયાસ કરે છે અને તેનો જીવ બચાવવાના ઘણા પ્રયાસ કરે છે.
પરંતુ ત્યાં સુધીમાં તો પીડિત ઓટો ચાલકનું હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના નવી મુંબઈના ઘણસાલી વિસ્તારમાંથી સામે આવી રહી છે. રીક્ષા ચાલકનું મૃત્યુ થતા જ તેના પરિવારના સભ્યો અને અન્ય પરીક્ષા ચાલકોમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નવી મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટથી ઓટો રીક્ષા ચાલકનું મૃત્યુ થતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. આ પહેલા પણ તમે આવી ઘણી ઘટનાઓ સાંભળી હશે. થોડાક સમય પહેલા આવી બે ઘટનાઓ બની હતી.
मुंबई से सटे नवी मुंबई में ऑटो रिक्शा चालक की ऑटो चलाते समय हार्ट अटैक से मौत, पूरी घटना सीसीटीवी में कैद.
आस पास के लोग यह सब देख कर गुजर जाते है, पर पीछे से आ रहा है एक ऑटो चालक उतर कर पीड़ित ऑटो चालक को CPR देने की कोशिश भी करता है.
पर पीड़ित ऑटो चालक की मौत हो चुकी थी. pic.twitter.com/wJfFBgjqfF
— Vivek Gupta (@imvivekgupta) February 13, 2023
જેમાં એક ઘટનામાં કબડી રમતા રમતા એક કબડી ખેલાડીનું મૃત્યુ થયું હતું અને તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે થોડાક દિવસ પહેલા સાડીની મેરેજ એનિવર્સરી માં સ્ટેજ પર ડાન્સ કરતા જીજાજીને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment