ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સારવાર હેઠળ છે ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ આ ખેલ પાડી દીધો!

રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. એકબીજાના પક્ષમાં કાર્યકરો અને અગ્રણી ઓને જોડાવા તનતોડ મહેનત કરી રહ્યા છે.વલસાડમાં ભાજપના 400 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનું મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ અગાઉ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.

વલસાડમાંકપરાડા બેઠકની પેટા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે.ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને ભાજપ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ત્યારે અરનાલા માં કોંગ્રેસની જિલ્લા કારોબારીની બેઠક મળી હતી.જેમાં કપરાડા બેઠક જીતવા માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા હુંકાર કરવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,ભાજપના 400 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો કોંગ્રેસે વિધાનસભાનું સત્ર લંબાવાની માંગણી પણ કરી છે.અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી તમામ 400 કાર્યકર્તાઓને આવકાર્યા હતા.આટલી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપની છાવણીમાં ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે. આ

કાર્યકર્તાઓ કોંગ્રેસના નારા લગાવતા જોવા મળ્યા હતા.ત્યારે આ દરમિયાન પક્ષ પલટો મામલે અમિત ચાવડા કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, દળ બદલુઓને જનતા સબક શીખવાડશે.ભાજપ પ્રદેશ પ્રમુખ ને કોરોના હોવાથી તેઓ સારવાર હેઠળ છે તેવામાં અમિત ચાવડા યાદ ખેલ પાડયો હોવાનું મનાઈ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*