રસ્તા પર ઉભા રહીને 4 મિત્રો વાતચીત કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે જતી એક કારે તેમને ટક્કર લગાવી, 10 ફૂટ ઉછળીને પડ્યા – જુઓ વિડિયો

Published on: 4:22 pm, Wed, 1 June 22

હાલમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો જોઇને તમારા પર રુવાડા ઉભા થઇ જશે. આ ઘટનામાં એક કારચાલકે 4 વિદ્યાર્થીઓને જબરદસ્ત ટક્કર લગાવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે વિદ્યાર્થીઓ 10 ફૂટ ઉછળીને દૂર પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

આ ઘટના મધ્યપ્રદેશના ગવાલિયર શહેરમાં બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, 4 મિત્રો રોડની વચ્ચે બાઇક પર બેસીને વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક ત્યાં પાછળથી પુરપાટ ઝડપે એક કાર આવે છે અને રોડની વચ્ચે બાઈક પર બેઠેલા ચારે મિત્રોને જબરદસ્ત પર લગાવે છે.

આ ઘટનામાં ચારેય મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ બની હતી. જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે કાર લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં હતી.

તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે હાજર અન્ય લોકોનું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો. આ ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો મંગળવારના રોજ વાયરલ થયો હતો.

આ અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય હર્ષ, વંશ, આકાશ અને સિદ્ધાંત નામના વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે 4 મિત્રો બાઇક પર બેસીને વાતચીત કરી રહ્યા હતા. ત્યારે MP 07 CK 8226 નંબરની સફેદ રંગની સ્વીફ્ટ કારે ચારેય મિત્રોને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ત્યારબાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં પોલીસે આરોપી ડ્રાઈવર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રસ્તા પર ઉભા રહીને 4 મિત્રો વાતચીત કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે જતી એક કારે તેમને ટક્કર લગાવી, 10 ફૂટ ઉછળીને પડ્યા – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*