દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા ગુરુનામ ચઢુનીએ કોંગ્રેસના નેતા પાસેથી દસ કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ ખેડૂત આગેવાનોએ જ કરતાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે ખેડૂત સંગઠનોના સંયુક્ત મોરચાની બેઠક હરિયાણાના ભારતીય કિસાન યુનિયનના ગુરુનામ ચઢુની સામે આંદોલનને.
રાજનીતિનો અડ્ડો બનાવવાના આક્ષેપો પણ થયા હતા.ગુરરામ ચઢુનીએ કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓને બોલાવીને આંદોલનને રાજકીય રંગ આપવાની કોશિશ કરી હોવાના આક્ષેપો થયા છે.
આ ઉપરાંત દિલ્હીમાં સક્રિય હરિયાણાના એક કોંગ્રેસ નેતા પાસેથી આંદોલનના નામે દસ કરોડ રૂપિયા લીધો હોવાના આક્ષેપો લાગ્યા છે.ગુરરામ ચઢુનીએ કોંગ્રેસની ટિકિટ ના બદલામાં હરિયાણા સરકાર ને તોડી પાડવાની સોદાબાજી કરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે.
ગુરરામ ચઢુનીએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે અને તેઓની સામેના આક્ષેપોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ બેઠકના પ્રમુખ સ્થાને રહેલા ખેડૂત નેતા શિવકુમાર કકકા એ કહ્યુ કે.
મોરચા ના સભ્યો ગુરરામ ચઢુનીએ તરત મોરચા માટે આખી કાઢવા ઇચ્છે છે પણ ઉતાવળ ભર્યો નિર્ણય લેવા યોગ્ય નથી તેથી આક્ષેપોની તપાસ માટે 5 સભ્યની કમિટી બનાવવામાં આવી છે અને આ સમિતિ 20 જાન્યુઆરી રિપોર્ટ આપશે તેના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment