પત્ની ઘરે ન આવતા પતિએ સાડી વડે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સુસાઈડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતું મળી આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, યુવકની પત્ની એક મહિના પહેલા પોતાના પિયરમાં જતી રહી હતી અને પછી તે હવે સાસરે આવવાની ના પાડતી હતી.

જેના કારણે યુવક ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો. પછી યુવકે પોતાની પત્નીની સાડી સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

આ ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર યુવકનું નામ હેમંત વાલ્મિકી હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી અને તે એક નર્સિંગ હોમમાં કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર હેમંતના લગ્ન 2018માં વંદના નામના યુવતી સાથે થયા હતા અને લગ્ન પછી તેમને સંતાન ન હતી.

મળતી માહિતી અનુસાર વંદનાની માતા બીમાર હતી. એટલે કે લગભગ એક મહિના પહેલા પોતાના માતાને મળવા જવાનું કહીને પોતાના પિયરમાં જતી રહી હતી. પછી બે ત્રણ દિવસ બાદ પતિ જ્યારે તેને લેવા ગયો ત્યારે તેને સાસરે આવવાની ના પાડી દીધી હતી.

ત્યારબાદ હેમંત મંગળવારના રોજ નિશાની હાલતમાં ઘરે આવ્યો હતો. ત્યારબાદ હેમંતે ડિપ્રેશનમાં પોતાની પત્નીની સાડી સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારના સભ્યોને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પછી તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્ની ઘરે આવતી ન હતી જેના કારણે ડિપ્રેશનમાં યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*